દુષ્કાળને લીધે સૂકાચારામાં કપરી સ્થિતિના મંડાણ
રમેશ ભોરણિયા તા.૨૦, ઉનાળાના પ્રારંભ સાથે પશુચારામાં ઉંચા ભાવનો બોકાસો બોલી ગયો છે. લીલાચારામાં ખાસ વાંધો નથી, પરંતું સૂકી કડબની પુરવઠા ખેંચને કારણે ઉંચા ભાવની ચાલ પકડાઇ ચૂકી છે. પશુપાલકો સતત ફરિયાદ કરી રહી છે કે ઘાસના વિતરણ અંગે સરકાર પુરતું ધ્યાન આપી શકી નથી. ઘણા ખેડૂતો અને માલધારીઓ ગૌવંશને ચારાના અભાવે ખીલેથી છોડી મુ