ખેડૂતો માટે પાક વીમાનો પેચીદો પ્રશ્ન...

Updated - 2023-06-02 13:34:57

રમેશ  ભોરણિયા તા.૨૦, નયી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ખાનગી વીમા કંપનીઓને દાખલ કરી, સરકારે બહું હોશિયારી વાપરી છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ભાજપની સાણી સરકાર તાલુકા અથવા જિલ્લા મુજબ વીમાની ટકાવારી જાહેર કરવાને બદલે મોટી મોટી રકમો જાહેર કરતી થઇ છે.
છેલ્લે કાલાવડ ખાતે રાજ્યના મુખ્યમંત્રીએ કૃષિમંત્રીની હાજરીમાં ગુજરાતના ખેડૂતોના પાક વીમા પેટે 2600 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. ક્યાં તાલુકાને કે ક્યાં જિલ્લાને કેટલા ટકા ? મગફળીનો વીમો કે કપાસનો વીમો ? કોઇ સ્પષ્ટતા જ નહીં. બસ, મોટી મોટી રકમો જાહેર કરી, ખેડૂતોને ખુશ કરવાના વ્યર્થ પ્રયત્નો સામે કોઇ ઉ કે ચાં કરતું નથી. છેલ્લા ત્રણેક દિવસથી સતત સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારના ખેડૂતો જેમ કે મોરબીના ટંકારા પંથકના, રાજકોટના પડધરી અને જામકંડોરણા પંથકના, જામનગરના કાલાવડ અને લાલપુર પંથકના આવા તો અનેક વિસ્તારના ગામોમાંથી ખેડૂતો પુછી રહ્યાં છે કે પાક વીમા બાબતે સરકાર શું કરવા બેઠી છે ? કોઇ વિસ્તારમાં ખરીફ ઇન્પુટ સહાય ચૂકવાણી છે, તો પણ વીમો જીરો અથવા એકદમ ઓછો આવવાની દહેશત વ્યક્ત થઇ રહી છે.
કોઇ વિસ્તારના ખેડૂતો રાજ્ય સરકાર સામે આરોપનામું પેશ કરતાં કહે છે કે 2017 વિધાનસભાની ચૂંટણીના પરિણામનો ખાર રાખી ખેડૂતોને જાણી જોઇને વીમાથી વિંચિત રાખ્યા છે.
જામકંડોરણા પંથકના ભણેલા એક ખેડૂતે હિસાબ કરી બતાવ્યો. જો કોઇ એક ખેડૂત ધિરાણ લેવાને બદલે પ્રિમિયમ અને વ્યાજની રકમ પોતાના ખાતામાં સતત ચાર વર્ષ સુધી જમા કરાવતો રહે અને પાંચમાં વર્ષે બેંક ખાતામાંથી એ રકમ ઉપાડતા જે રકમ હાથમાં આવે, એટલા રૂપિયા વીમા પેટે ખેડૂતને સરકાર આપતી નથી. સમજુ અને ભણેલા ઘણા ગામડાના ખેડૂતોએ છેલ્લા ચાર વર્ષ દરમિયાન કૃષિ વીમા યોજનામાં પગ નાખવાનું માંડી વાળ્યું છે.
ગોંડલ અને જસદણ એમ બે તાલુકાના ખેડૂતે ખુશી વ્યક્ત કરી હતી કે ભારતીય કિસાન સંઘે ચૂંટણી ટાંણે પાક વીમા બાબતે સરકાર સામે બાંહો ચડાવી છે. રાજકોટ જિલ્લા પ્રમુખ દિલિપભાઇ સખિયાએ જણાવ્યું છે કે પાક વીમો ચૂકવવાની વારંવાર જાહેરાતો કરવા છતાં ખેડૂતોને કાંઇ આપ્યું નથી. ચૂંટણીના બહિષ્કાર સુધીની ચિમકી કિસાન સંઘ દ્રારા ઉચ્ચારવામાં આવી છે.

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ