કૃષિ પ્રભાત હવે દરરોજ ઓનલાઈન એડિશન વાંચો

Updated - 2023-06-02 11:13:03

ગુજરાત અને દેશભરમાં વસતાં તમામ ગુજરાતી ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને વર્તમાન કોરોનાં વાયરસની મહામારી અને લોકડાઉનને પગલે ખેડૂતોને બજાર ભાવની તમામ જાણકારી યોગ્ય અને સાચી મળી રહે અને એગ્રી કોમોડિટીની બજારની રૂખ પણ જાણવા મળી શકે એ હેતુંથી કોમોડિટી વર્લ્ડ ગ્રૂપનાં મેનેજમેન્ટ અને ખાસ કરીને કોમોડિટી વર્લ્ડ-કૃષિ પ્રભાતનાં મેનેજિંગ તંત્રી શ્રી મયૂર મહેતાની દીર્ઘ દષ્ટ્રી અને ખેડૂતોનાં હીતમાં હાલ પુરતો આ નિર્ણય લેવાયો છે અને તમને સોમવારથી શનિવાર કૃષિ પ્રભાતની એપ્લિકેશન ડાઉનલોડ કર્યાં બાદ જમણી બાજુ ઉપર ત્રણ ટપકા છે ત્યાં ક્લીક કર્યાં બાદ ઈ-પેપર સેગ્મેન્ટમાં જવાથી કૃષિ પ્રભાત વાંચી શકાશે.

કૃષિ પ્રભાતની એપ્લિકશન હાલમાં માત્ર એન્ડ્રોઈઝ વર્ઝનમાં જ છે અને આપ આપનાં પ્લે સ્ટોરમાં krushiprabhat લખીને સર્ચ કરશો તો કૃષિ પ્રભાતની એપ્લિકેશન જોવા મળશે, જેને ડાઉનલોડ કર્યાં બાદ જરૂરી માહિતી પૂરી પાડીને રજિસ્ટ્રેશન કરવાથી આપને ઈ-પેપર વાંચવા મળી જશે.

કૃષિ પ્રભાત-કોમોડિટી વર્લ્ડનાં મેનેજિંગ તંત્રી શ્રી મયૂરભાઈ મહેતાએ આ તકે જણાવ્યું હતું કે હાલ લોકડાઉનને પગલે યાર્ડો પૂર્ણપણે ખુલ્યાં નથી અને મર્યાદીત ઓક્શનનું જ કાર્ય ચાલે છે. આવી સ્થિતિમાં ખેડૂતો છેતરાય નહીં અને ગુજરાતનાં તમામ સેન્ટરનાં ભાવથી વાકેફ રહે એ હેતુંથી આ કૃષિ પ્રભાતની ઓનલાઈન એડીશન લોકડાઉન દરમિયાન શરૂ કરવામાં આવી છે, જે આશા છેકે આપને ખૂબ જ ઉપયોગી થશે. એક ખેડૂત-જગતતાત તરીકે દરેક ખેડૂતોને પણ મારી વિનંતી છેકે આપ આ એપ્લિકેશન આપનાં ગામનાં તમામ ખેડૂતો અને બીજા સગા-સંબંધીને પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ભલામણ કરો, જેથી તમામ વર્ગને બજાર ભાવ અને રૂખની સાચી માહિતી મળી શકે. આપ ખેતી કે ખેડૂતને લગતા કોઈ વોટ્સએપ ગ્રૂપમાં જોડાયેલા હોય તો તેમાં પણ શેર કરો તેવી વિનંતી છે.

કૃષિ પ્રભાતની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આપ નીચેની લિન્ક ઉપર ક્લીક કરવાથી પણ ડાઉનલોડ કરી શકશો. વધુ માહિતી માટે મો.9374548215 પર સવારે ૧૧થી સાંજે ૪ દરમિયાન સપંર્ક કરી શકશો.

https://play.google.com/store/apps/details?id=com.krushi_app&hl=en

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ