કપાસ-રૂનાં અંદાજમાં ફરી ઘટાડોઃ નિકાસ ઉપર તેજી-મંદીનો આધાર

Updated - 2021-06-13 10:40:09

રમેશ ભોરણિયા તા.૭, કપાસની સિઝન ખૂલવા ટાંણે જે ખેડૂતોએ કપાસ વેચી હળવા થઇ ગયા, એના માટે તો કોઇ સવાલ જ નથી, પરંતુ જે મજબૂત ખેડૂતો કપાસ સાચવીને બેઠા છે, એવાં ખેડૂતો તરફથી સીધ્ધો જ સવાલ છે કે દેશ સહિત વિશ્વમાં કપાસનું ઉત્પાદન ઘટવા છતાં તેજીનો જર્ક કેમ આવતો નથી ?
ખેડૂતોની સાથે જિનર્સો માટે પણ આ પ્રશ્ન એટલો જ અગત્યનો છે. હાલ પ્રતિ 20 કિલોની કોટન બજાર રૂ.1100 આસપાસ ઘૂમી રહી છે. ક્યારેક કપાસિયા કે કપાસિયા ખોળની તેજીથી ખુલ્લી બજારને પાંચ-પંદર રૂપિયાનો ટેકો મળે છે, પરંતું બે-ચાર દિવસથી વધુ આ તેજી ટકતી નથી.
ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટી (આઇસીએસી)ના રિપોર્ટ મુજબ વિશ્વમાં રૂનું 2.58 કરોડ ટન ઉત્પાદન થશે. જે ગત વર્ષે 2.69 કરોડ ટન જેટલું થયું હતું. આમ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં વિશ્વના રૂ ઉત્પાદનમાં 5 ટકા ઘટાડો થશે. ભારતના રૂ ઉત્પાદનમાં પણ 6 ટકા જેવો ઘટાડો આ રિપોર્ટમાં સૂચવવામાં આવ્યો છે. કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્રારા છેલ્લા રિપોર્ટ મુજબ દેશના રૂ ઉત્પાદનમાં વધુ પાંચ લાખ ગાંસડી ઘટાડીને ૩૩૦ લાખ ગાંસડીનો મૂક્યો છે.
 ટુંકીને ટચ વાત કરીએ તો ભારત દેશ સહિત વિશ્વના રૂ ઉત્પાદનમાં ચોક્કસ ઘટાડો થશે. કોટન માર્કેટ અને ફિલ્ડના જાણકારોના મતે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સંસ્થાઓના અંદાજ કરતાં પણ ભારતના કપાસ ઉત્પાદનમાં વધુ ઘટાડો થશે. ગુજરાત મહારાષ્ટ્ર સહિત કોટન ઉગાડતા રાજ્યોમાં નબળા ચોમાસાના કારણે કપાસના ઉત્પાદનમાં ખાંચો પડ્યો છે. વૈશ્વિક કોટન બજાર કરતા સ્થાનીકે આપણા રૂના ભાવ ઊંચા હોવાથી નિકાસ વેપારો ઠપ પડ્યા છે. આ સંજોગોમાં એક માત્ર સરકાર કોટનની નિકાસને વેગ આપવા માટે સબસિડી જાહેર કરે તો જ કપાસની બજારને ટેકો મળી શકે તેમ છે.

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ