દેશમાં એરંડાનું ઉત્પાદન ઘટી ૧૧.૨૬ લાખ ટન થશે

Updated - 2021-09-19 16:53:57

અમદાવાદ તા.૨૩: ગુજરાત સહિતનાં રાજ્યોમાં દુષ્કાળને પગલે એરંડાનાં ઉત્પાદનમાં ચાલુ વર્ષે ૨૦ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. અમદાવાદ ખાતે સોલવન્ટ એક્સટ્રેકટર્શ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સી) દ્વારા યોજાયેલ વૈશ્વિક એરંડા કોન્ફરન્સમાં એરંડાનાં પાકનો ચાલ વર્ષનો અંદાજ મૂકવામાં આવ્યો હતો, જે પ્રમાણે દેશમાં ૧૧.૨૬ લાખ ટન એરંટા પાકશે, જે ગત વર્ષે ૧૪.૨૬ લાખ ટન પાક્યાં હતાં. ગુજરાતમાં ચાલુ વર્ષે ૯.૩૪ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે.
સોલ્વન્ટ એક્સટ્રેકટર્સ એસોસીએશને ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશમાં એરંડાના પાકના અંદાજાનો અભ્યાસ હાથ ધરવાની કામગીરી આ વર્ષે એગ્રીબિઝનેશ સિસ્ટમ લી. કે જે એગ્રોવોચથી ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતી છે તેને સોંપી છે. એગ્રીવોચ દ્વારા રિમોટ સેન્સીંગ અને ફિલ્ડ સર્વે દ્વારા એરંડાના ઉત્પાદનનો અંદાજ મેળવ્યો હતો અને આજે અમદાવાદ ખાતે જાહેર કરવામાં આવ્યો હતો.
વર્ષ ૨૦૧૮-૧૯માં સમગ્ર દેશમાં એરંડાનો વાવેતર વિસ્તાર ૭,૬૯,૫૭૦ હેકટર હતો, જે ગયા વર્ષે ૮,૨૧,૬૦૦ હેકટર હતો. ગયા વર્ષની સરખામણીમાં એરંડાનો વાવેતર વિસ્તાર સાત ટકા ઘટયો હતો. જોકે ગુજરાતનો વાવેતર વિસ્તાર સરકારી અંદાજ પ્રમાણે ૫.૩૩ લાખ હેકટરમાં થયો છે, જે ગત વર્ષની તુલનાએ ૧૦ ટકાનો ઘટાડો બતાવે છે, પરંતુ એગ્રી વોચનાં અંદાજ પ્રમાણે ૫.૪૯ લાખ હેકટરમાં થયો હતો. જ્યારે રાજસ્થાન અને આંધ્રપ્રદેશ-તેલંગાનામાં લગભગ વિસ્તાર ફલેટ હતો. દેશમાં ૨૦૧૮-૧૯માં એરંડાની પ્રતિ હેકટર ઉત્પાદકતાં ૧૨.૬ ટકા ઘટીને ૧૫૨૦ કિલો પ્રતિ હેકટર રહી હતી જે ગત્ત વ્રર્ષે ૧૭૪૦ કિલો પ્રતિ હેકટર હતી.

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ