ગુજરાતમાં રવિ વાવેતરમાં ૧૭ ટકાનો ઘટાડોઃ જુવારમાં ૪૬ ટકાનો વધારો

Updated - 2021-09-19 23:54:35

ગુજરાતમાં શિયાળુ પાકોનું વાવેતર સરેરાશ હવે પૂર્ણ થઈ  ચૂક્યું છે અને તાજા જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં ચાલુ વર્ષે રવી પાકોનાં વાવેતરમાં ૧૭ ટકાનો વધારો થયો છે. ગત વર્ષની તુલનાએ વાવેતર વિસ્તારમાં સરેરાશ છ લાખ હેકટરનો ઘટાડો થયો છે. જુવારનાં વાવેતરમાં સૌથી વધુ ૪૬ ટકાનો વધારો થયો છે, જ્યારે જીરૂનાં વાવેતર માત્ર નવ ટકા જ  ઘટ્યું છે.

ગુજરાત સરકારનાં કૃષિ વિભાગનાં આંકડાઓ પ્રમાણે ૧૫મી જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં કુલ ૨૮.૨૨ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૩૪.૧૩ લાખ હેકટરમાં વાવેતર થયું હતું. આમ વાવેતરમાં ૧૭ ટકાનો ઘટાડો થયો છે.

રાજ્યમાં ઘઉંનું વાવેતર ૨૨ ટકા ઘટીને ૭.૮૧ લાખ હેકટરમાં થયું છે, જ્યારે જુવારનાં વાવેતરમાં ૪૬ ટકાનો વધારો થઈને ૩૬૮૮૦ હેકટરમાં થયું છે. જુવારનાં વાવેતરમાં વધારાને પગલે ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં ચણાનું વાવેતર ૪૨ ટકા, રાયડાનું વાવેતર નવ ટકા ઘટ્યું છે. જીરૂનાં વાવેતરમાં અગાઉ મોટો ઘટાડો થવાની ધારણાં હતી, પરંતુ હવે માત્ર નવ ટકા જ ઘટીને ૩.૪૭  લાખ હેકટરમાં થયું છે, જ્યારે ધાણાનાં વાવેતરમાં ૫૮ ટકાનો ઘટાડો થઈને ૨૯૬૩૦ હેકટરમાં થયું છે.

રાજ્યમાં ડુંગળી-બટાટાનાં વાવેતરમાં પણ નીચા ભાવને કારણે ઘટાડો થયો છે. વેપારીઓ કહે છે કે ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં પાણીની મોટી તંગી અને અમુક પાકનાં નીચા ભાવ હોવાથી વાવેતરની સમગ્ર પેટર્ન બદલાઈ હતી અને કુલ વાવેતર વિસ્તાર પણ ઘટ્યો છે, જેને પગલે ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

(નોંધઃ કૃષિ પ્રભાતની વેબસાઈટ કે એપ્લિકેશનમાં પ્રસિધ્ધ થયેલા લેખ કે સમાચારનો આંશિક કે પૂરેપૂરો ભાગ કૃષિ પ્રભાતની મંજૂરી વગર પ્રસીધ્ધ કરવો નહીં.)

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ