માંગરોળમાં ૧૧ ઇંચ, કપરાડામાં ૧૦ ઇંચ અને વાપીમાં ૯ ઈંચ વરસાદ

Updated - 2023-06-02 13:34:55

ગાંધીનગર તા.૩: રાજયમાં છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે. રાજયના ૭૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે જેમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ૨૬૯ મી.મી. એટલે કે ૧૧ ઇંચ, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૨૬૧ મી.મી. એટલે કે ૧૦ ઇંચ અને વાપીમાં ૨૨૧ મી.મી. એટલે કે ૯ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૦૩/૦૮/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન વઘઈ તાલુકામાં ૧૮૪ મી.મી., એટલે કે ૭ ઇંચથી વધુ, પારડીમાં ૧૬૯ મી.મી., અને વાંસદામાં ૧૬૫ મી.મી. મળી કુલ બે તાલુકામાં ૬ ઈંચથી વધુ, રાજકોટમાં ૧૪૪ મી.મી., ધરમપુરમાં ૧૨૭ મી.મી., વલસાડમાં ૧૨૨ મી.મી., અમરેલીમાં ૧૨૦ મી.મી. મળી કુલ ચાર તાલુકામાં ૫ ઈંચ અને ખેરગામમાં ૧૧૭ મી.મી., જલાલપોરમાં ૧૦૯ મી.મી., ચીખલીમાં ૧૦૬ મી.મી., ગીરગઢડામાં ૧૦૫ મી.મી., ડાંગમાં ૧૦૫ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં ચાર ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

રાજયના ઉમરગામ તાલુકામાં ૯૨ મી.મી., ઉમરપાડામાં ૯૧ મી.મી., લીલીયામાં ૮૯ મી.મી., ગણદેવીમાં ૮૬ મી.મી., નવસારીમાં ૮૫ મી.મી., ઉનામાં ૮૨ મી.મી., માતર-નાંદોદમાં ૮૦ મી.મી., મહુવામાં ૭૬ મી.મી. અને હાંસોટમાં ૭૫ મી.મી. મળી કુલ ત્રણ ઈંચથી વધુ વરસાદ થયો છે. જયારે ધંધુકામાં ૬૬ મી.મી., સુરત શહેરમાં ૬૦ મી.મી., ગરૂડેશ્વરમાં ૫૬ મી.મી., તળાજામાં ૫૫ મી.મી., લખતરમાં ૫૪ મી.મી., પલસાણામાં ૫૪ મી.મી., લાઠીમાં ૫૩ મી.મી., વાલોડમાં ૫૩ મી.મી., ભેસાણમાં ૫૨ મી.મી., નસવાડીમાં ૫૨ મી.મી., માંડવીમાં ૫૧ મી.મી. અને જામજોધપુર, વિસાવદર, જાફરાબાદ બરવાળામાં ૫૦ મી.મી. મળી કુલ ૧૫ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જયારે રાજયના અન્ય ૩૨ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમિયાન સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ૨૭૮ મી.મી. એટલે કે ૧૧ ઈંચ, ઉમરપાડામાં ૧૪૭ મી.મી. એટલે કે ૬ ઈંચ જેટલો. સુરત શહેરમાં ૧૦૬ મી.મી. એટલે કે ચાર ઈંચથી વધુ, વાપીમાં ૮૬ મી.મી., કામરેજમાં ૮૩ મી.મી., કપરાડામાં ૭૯ મી.મી. મળી કુલ ૩ તાલુકામાં ૩ ઈંચથી વધુ જયારે કપડવંડજ, ધરમપુર, મહુવા, માંડવી, વ્યારા, પારડી અને પલસાણા મળી કુલ ૭ તાલુકાઓમાં ૨ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.  આ સાથે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૫૨ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં ૩૫.૯૪ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૩૩.૬૫ ટકા, પુર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં ૪૩.૫૯ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૭.૨૨ ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં ૬૭.૪૬ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે. 

 

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ