જાણો ગુજરાતમાં ધાણા-જીરૂ-ઘઉંનું વાવેતર કેટલું ઘટ્યું?

Updated - 2021-08-03 09:13:12

અમદાવાદ તા.૪, ગુજરાતમાં રવી પાકોનું વાવેતર અડધી મંઝીલે પહોંચ્યું છે. ગુજરાતમાં નબળું ચોમાસું અને પાણીની તંગીને કારણે ચાલુ વર્ષે તમામ રવી પાકોનાં વાવેતર વિસ્તારમાં ગત વર્ષની તુલનાએ ૩૧ ટકાનો ઘટાડો થયો છે. જોકે સરેરાશ વાવેતર વિસ્તારની તુલનાએ હજી ૪૭ ટકા ઓછું વાવેતર થયું છે. ખાસ કરીને ઘઉંનાં વાવેતરમાં ૪૫ ટકાનો ઘટાડો થયો હોવાથી કુલ વાવેતર ઘટ્યું છે.

ગુજરાત સરકારનાં કૃષિ વિભાગનાં તાજા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં ચોથી ડિસેમ્બર સુધીમાં કુલ ૧૬.૨૯ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે આજ સમયે ૨૩.૬૩ લાખ હેકટરમાં થયું હતું. આમ વાવેતર વિસ્તાર ૩૧ ટકાનો ઘટાડો થયો છે.

ગુજરાતમાં ઘઉંનું વાવેતર ૪૫ ટકા ઘટીને ૩.૪૧ લાખ હેકટરમાં થયું હતું, જે ગત વર્ષે ૬.૧૬ લાખ હેકટરમાં થયું હતું. બિનપિયત ઘઉંનું વાવેવતર પણ ૫૮ ટકા ઘટીને ૨૧૬૪૬ હેકટરમાં થયું છે. ગુજરાતમાં રવી પાકોનાં કુલ વાવેતર વિસ્તારમાં ત્રીજા ભાગનો હિસ્સો માત્ર ઘઉંનાં વાવેતરનો છે, પરિણામે તેનાં વાવેતરમાં ઘટાડાથી કુલ વાવેતર પણ ઘટ્યું છે. (www.krushiprabhat.com)

રાજ્યમાં ચણાના વાવેતરમાં ૪૭ ટકાનો ઘટાડો થઈને ૧.૩૦ લાખ હેકટરમાં થયું છે. ખેડૂતોને ગત વર્ષે પણ સિઝનમાં પૂરતા ભાવ ન મળ્યાં હોવાથી અને ચાલુ વર્ષે પાણીની તંગી હોવાથી વાવેતર વિસ્તાર ઘટ્યો છે.

રાજ્યમાં ધાણા-જીરૂનાં વાવેતરમાં મોટો ઘટાડો થયો છે. જીરૂનું વાવેતર ૨૭ ટકા ઘટીને ૧.૯૯ લાખ હેકટરમાં થયું છે, પરંતુ ધાણામાં નીચા ભાવને અસર ચાલુ વર્ષે ખેડૂતો તેનાંથી દૂર જ ભાગ્યાં છે,. જેને પગલે આજ દિવસ સુધી માત્ર ૧૯ હજાર હેકટર સુધી પણ વાવેતર પહોંચી શક્યું નથી. 

ગુજરાતમાં મસાલા પાકોમાં તમામ પાકોનું વાવેતર ઘટ્યું છે. ધાણા-જીરૂ ઉપરાંત ઈસબગુલ, વરિયાળી, સવા સહિતનાં પાકોનું વાવેતર પણ ગત વર્ષની તુલનાએ અડધા સુધી પણ પહોંચ્યું નથી. ડુંગળીનાં વાવેતરમાં પણ ૫૦ ટકાનો ઘટાડો થયો છે.

(નોંધઃ કૃષિ પ્રભાતની વેબસાઈટ કે એપ્લિકેશનમાં પ્રસિધ્ધ થયેલા લેખ કે સમાચારનો આંશિક કે પૂરેપૂરો ભાગ કૃષિ પ્રભાતની મંજૂરી વગર પ્રસીધ્ધ કરવો નહીં.)

ગુજરાતમાં તા. ૩ ડિસેમ્બર સુધીનો રવી વાવેતર વિસ્તાર (૦૦ હેકટરમાં)

પાક્નું નામ

છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ

ગત વર્ષે

ચાલુ વર્ષે

વધારો

ઘઉં પિયત

૯૪૭૪

૬૧૬૪૦૦

૩૪૧૩૮૫

-૪૫

ઘઉં બિ.પિયત

૩૭૦

૫૧૬૦૦

૨૧૬૪૬

-૫૮

જુવાર

૨૯૪

૨૦૦૦૦

૩૧૭૫૦

૫૯

મકાઈ

૧૦૩૯

૭૯૧૦૦

૬૨૦૯૧

-૨૨

ચણા

૧૯૪૪

૨૪૭૬૦૦

૧૩૦૬૦૪

-૪૭

રાયડો

૨૦૪૧

૨૧૫૭૦૦

૧૮૭૪૬૪

-૧૩

જીરૂ

૩૧૮૯

૨૬૯૮૦૦

૧૯૯૪૫૫

-૨૬

ધાણા

૯૩૨

૫૭૩૦૦

૧૮૭૭૯

-૬૭

લસણ

૧૨૫

૧૫૭૦૦

૫૭૪૮

-૬૩

સવા

૧૩૯

૧૬૧૦૦

૯૪૪૩

-૪૧

ઈસબગુલ

૧૬૬

૧૩૫૦૦

૧૫૪૮

-૮૯

વરિયાળી

૪૧૦

૨૯૩૦૦

૨૯૧૭૪

ડુંગળી

૪૬૪

૨૪૨૦૦

૧૨૧૯૧

-૫૦

બટાટા

૧૨૨૩

૧૦૦૫૦૦

૮૮૫૩૩

-૧૨

કુલ વાવેતર

૩૧૩૫૭

૨૩૬૩૪૦૦

૧૬૨૯૧૩૫

-૩૧

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ