ગોંડલ યાર્ડમાં બે દાયકા બાદ યાર્ડ ચેરમેન બદલાયાં

Updated - 2021-09-22 19:31:19

અમદાવાદ તા.૧૦, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બે દાયકા બાદ ચેરમેન પદે નવી વ્યક્તિની પસંદગી થઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે વર્તમાન ચેરમેનનો અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થત્તા નવા ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં જયંતીભાઈ ઢોલની વિદાય થઈ હતી અને નવા ચેરમેન ગોપાલભાઈ શિંગાળાની પસંદગી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રનાં રાજકારણનાં પણ ગઢ ગણાતા ગોંડલ યાર્ડમાં જયંતીભાઈ ઢોલ છેલ્લા ૧૯-૨૦ વર્ષથી ચેરમેન તરીકે કાર્યરત હતાં.

બે દાયકા બાદ સુકાન બદલાતા ચર્ચાનો ચગડોળ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે દાયકાથી ચેરમેન તરીકે આરૂઢ એવા જયંતીભાઈ ઢોલની વિદાય થતા સમગ્ર વેપારી આલમ અને રાજકારણીઓમાં ચર્ચાનો ચગડોળ ચાલ્યો હતો.  આ શાસન બદલાતા ગોંડલ પંથકમાં રાજકીય સમીકરણો પણ બદલાય તેવી સંભાવનાં છે. www.krushiprabhat.com
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાલ કુલ ૧૭ સભ્યો હતાં અને તેમાંથી બહુમતીથી હાલનાં વાઈસ ચેરમેન  એવા ગોપાલભાઈ શિંગાળાની ચેરમેન તરીકે પસંદગી થઈ હતી. ગોંડલ યાર્ડની ચૂંટણી પ્રક્રીયા સમયે ૧૫ ડિરેકટરોએ સર્વાનુમતે ગોપાલભાઈની પસંદગી કરી હતી. જોકે આ બેઠકમાં જયંતિભાઈ ઢોલ ગેરહાજર રહ્યાં હતા. ગોપાલભાઈ ખેડૂત પેનલમાંથી વિજેતા બન્યાં હતાં અને દેવડા ગામમાં સરપંચ અને મંડળીમાં પણ પ્રમુખપદ ધરાવે છે.
ચેરમેન બાદ ગોપાલભાઈએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જયંતિભાઈ ઢોલ અને અમારી વચ્ચે કોઈ અસંતોષ નથી અને તેમનાં આર્શિવાદ અમારી સાથે જ છે. તેમણે ભાવી કામ માટે કહ્યું કે ખેડૂતોનું જમીન સંપાદનનો દાવો બાકી છે, ૧૮ કરોડનું દેવું યાર્ડ ઊપર છે તે પૂરો કરવા પ્રયાશ કરીશું.  આ ઉપરાંત યાર્ડનાં પણ જે વિકાસનાં કામો બાકી છે એ માટે આયોજન કરીશું.
જોકે ચર્ચા એવી પણ છે કે ગોંડલ યાર્ડમાંથી જયંતીભાઈ ઢોલની વિદાયથી આગામી દિવસોમાં રાજકારણ પણ ગરમાય તેવી સંભાવનાં છે અને તેની અસર આગામી લોકસભાની ચૂંટણી સમયે જોવા મળે તેવી સંભાવનાં છે.
જયંતિભાઈ ઢોલએ પણ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી વચ્ચે કોઈ જૂથવાદ નથી અને મારો નવા ચેરમેનને સહયોગ જ છે. હું અમેરિકા એક મહિના પહેલા ગયો ત્યારે જ કહીને ગયો હતો કે તમે જેમને પણ પસંદ કરશો તેમાં મારે ટેકો જ છે. આજે પણ ચૂંટણી પ્રક્રીયામાં મારી પસંદગી ન થાય અને બીજાને તક મળ એ હેતુંથી હું લગ્નપ્રસંગે હાજર રહ્યો હતો. હવે હું ખેડૂતોની વધારે સેવા કરીશ અને ભાજપ માટે જ કામ કરતો રહીશ. (Mobile:9374548215)

(નોંધઃ કૃષિ પ્રભાતની વેબસાઈટ કે એપ્લિકેશનમાં પ્રસિધ્ધ થયેલા લેખ કે સમાચારનો આંશિક કે પૂરેપૂરો ભાગ કૃષિ પ્રભાતની મંજૂરી વગર પ્રસીધ્ધ કરવો નહીં.)

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ