જાણો પ્રતિક બારોટ કપાસમાં વિઘે ૧૦૦ મણ ઉત્પાદન કઈ રીતે લ્યે છે?

Updated - 2021-09-21 18:19:31

પ્રવીણ આસોદરિયાઃ  કપાસ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ગાણાય છે. જો બી ટી કોટન ગુજરાતમાં આવ્યો ન હોત તો આજે ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત જુદી હોત. પણ, 2002 માં બી ટી કોટનનુ આગમન થયુ ત્યારે સોળ ગુંઠાના વીઘે 40 થી 50 મણ કપાસનુ ઉત્પાદન લેનાર ખેડૂત હતા. ત્યાર પછી તેમાં ધીમે-ધીમે ઉત્પાદનમાં ઘટાડો આવવા લાગ્યો છે અને ખર્ચમાં વધારો થવા લાગ્યો છે. તેથી ખેડૂતોને કપાસનુ વાવેતર હવે વળતરદાયી રહ્યુ નથી. તેના સિવાય બીજો વિકલ્પ પણ નથી.    અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામે કૃષિ પત્રકાર અને ખેડૂત પ્રવિણ આસોદરીયા દ્રારા ખેડૂતોને કપાસનુ ઉત્પાદન કેમ વધુ મેળવી શકાય તેનુ માર્ગદર્શન આપવામાં શિબિરનુ આયોજન કર્યુ હતુ. તેમાં ખાસ ઉપસ્થિત પાટણ જીલ્લાના જંગરાલના ખેડૂત વીઘે (24 ગુંઠા) 90થી 100 મણ કપાસનુ ઉત્પાદન મેળવનાર પ્રતિકભાઇ બારોટ ખેડૂતોને કપાસનુ વધુ ઉત્પાદન કેમ મેળવાય તેનુ તલસ્પર્ષિ માર્ગદર્શન અપાયુ હતુ. ખેડૂતોએ કપાસના પાકમાં પાયાના ખાતર તરીકે વધુમાં વધુ દેશી ખાતર વાપરવાની ખાસ ભલામણ કરવામાં આવી હતી. તેમજ બીયારણની પસંદગી અને રોગ-જીવાંત સામે કેવી રીતે રક્ષણ મેળવવુ અને છોડને કયા તત્વો ખુંટે છે તે જાણવા જમીનનુ પરિક્ષણ કરાવવુ ખુબ જરૂરી છે. તે ઉપરાંત સમયસર ખાતર-દવા આપવા જોઇએ. 

  જેતપુરથી ગોલ્ડન ઈરીગેશનના મેનેજીંગ ડિરેકટર હિતેષભાઇ ધડુકે જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્રમાં દિવસેને દિવસે પાણીની તંગી હોવાથી ખેડૂતોએ પાણીનો કરકસરયુકત ઉપયોગ કરવા ડ્રીપ ઈરીગેશનથી ખેતી કરવી જોઇએ. તેમજ કોઇ ગામના ખેડૂતો ગૃપમાં ડ્રીપથી ખેતી કરવા માંગતા હોય તો તેમને અમારી કંપની તરફથી વધુ ફાયદો કરી આપવામાં આવશે.  ન્યુહેન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ કંપનીના માર્કેટીંગ મેનેજર અનીલ વઘાસીયાએ જણાવ્યુ હતુ કે ખેડૂતોએ ખેતીમાં બીયારણની પસંદગી ખુબ મહત્વ આપવુ જોઇએ. બીયારણ સારૂ હોય તો જ વધુ ઉત્પાદન મેળવી શકાય છે. તેથી ખેડૂતોએ સસ્તુ નહી પણ શ્રેષ્ઠ કયુ છે તેને પહેલુ પસંદ કરવુ જોઇએ. આ ઉપરાંત ગીર નેચરલ હની પ્રોડકટના જયેશભાઇ વસાણીએ જણાવ્યુ હતુ કે ખેતપેદાશનુ વધુ ઉત્પાદન મેળવવા મધમાખી ખેતરમાં વધુ હોવી ખુબ જરૂરી છે. તેથી ખેડૂતોએ પોતાના ખેતરમાં મધમાખીનો ઉછેર કરવા મધમાખી વધુ રહે તેના માટે ખેતરમાં મધની પેટી મુકવી જોઇએ. 

  ધ સોલ્વન્ટ એક્ષટ્રેકશન ઓફ ઇન્ડિયાના (સી) સૌરાષ્ટ્રના ખેડૂતોનું સંકલનકર્તા ચિરાગભાઇએ કહ્યુ હતુ કે સૌરાષ્ટ્રાના ખેડૂતોએ એરંડાનુ વધુ ઉત્પાદન મેળવે તેના સી તરફથી ખેડૂતોને એરંડાનુ બીયારણ અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે તે ઉપરાંત કુવા રિચાર્જ કરવા પચાસ ટકા સી તરફથી ખેડૂતોને ખર્ચમાં મદદ કરવામાં આવશે. ગૌભકત ભરતભાઇ પરસાણાએ જણાવ્યુ હતુ કે ખેડૂતોએ આવનારા દિવસોમાં ગાય આધારીત ખેતી કરવી પડશે તેમજ રાસાયણિક ખાતરના બદલે એરંડી અને લીંબોળીનો વાપરવો જોઇએ.

( ગુજરાતનાં તમામ માર્કેટિંગ યાર્ડનાં બજાર ભાવ રોજ સાંજે જાણવા આજે જ કૃષિ પ્રભાતની એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો)

  આ પહેલા દેશી ગાજરના બીજનુ સંશોધન કરનાર પદ્મશ્રી વલ્લભબાપાનુ સન્માન કરવામાં આવ્યુ હતુ અને તેમણે જણાવ્યુ હતુ કે મને પદ્મશ્રી સૌરાષ્ટ્રના પશુઓના આર્શિવાદથી મળ્યો છે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયાએ જણાવ્યુ હતુ કે ખેડૂતો ગાય આધારીત ખેતી કરતા થાય અને ખેડૂતો સરકારની યોજનાનો લાભ લેતા થાય. રાજયના ખેડૂતો ધીમે-ધીમે રાસાયણિક ખાતર-દવા છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા પ્રયત્ન કરવામાં આવશે. ગુજરાતના ગાય આધારીત ખેતીના પ્રચારક પ્રફુલભાઇ સેંજલીયાએ જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્રના ખેડૂતો ગાય આધારીત ખેતીથી વીઘે 70 મણ કપાસનુ ઉત્પાદન મેળવતા થયા છે. 

  આ કૃષિ શિબિરમાં ખોડલધામ કાગવડના ટ્રસ્ટી અને લાઇન કલબના ગવર્નર વસંતભાઇ મોવલીયાનુ વિશેષ બહુમાન કરવામાં આવ્યુ હતુ. તેમના દ્રારા આયોજન પ્રવિણ આસોદરીયાની ગ્રેજ્યુએટ યુવાન દિકરી ટેકનોલોજીના જમાનામાં પણ મોબાઇલ નહી વાપરતી હોવાથી તેનુ ખોડલધામ દ્રારા શ્રી યંત્ર આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ. ખાસ ઉપસ્થિત રહેલા કિશાન સંઘના પ્રદેશ પ્રમુખ વિઠ્ઠલભાઇ દુધાત્રા, જુનાગઢથી ખેડૂત પોલીપ્લાસ્ટના ભાવેશભાઇ લાખાણી,   સુડાવડ ખોડીયાર મંદિરના કોઠારી કરશન ભગત, વિશ્ર્વ વાસ્તલ્ય માનવ સેવાના દેવચંદભાઇ સાવલીયા, વિસાવદર પત્રકાર સંઘના પ્રમુખ ગીજુભાઇ વિકમા, ખેડૂતોની કંપની ધરતીરક્ષાના પ્રમુખ દેવરાજભાઇ ભુવા, બાલુભાઇ ગઢીયા, અમરેલી જીલ્લાના ભા. કિશાન સંઘના પુર્વ પ્રમુખ મનસુખભાઇ કયાડા, જુનાગઢ જીલ્લાના ભા. કિ પુર્વ પ્રમુખ ઉકાભાઇ પટોળીયા, બગસરા લેઉવા પટેલ સમાજના પ્રમુખ રમેશભાઇ સુવાગીયા, મંત્રી જગદીશભાઇ માંગરોલીયા, સોશ્યલ મીડિયા દ્રારા સગાઇ કરાવતા મુકેશભાઇ ભુવા, આ ઉપરાત ભરતભાઇ વીરડીયા, રાજેશભાઇ બુહા, ઘનશ્યાનભાઇ સાવલીયા, મનસુખભાઇ બલદાણીયા સહિત સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો, સરપંચો, રાજકીય, સામાજીક, ધાર્મિક, સેવાકિયક્ષેત્રના આગેવાનો હોદ્દેદારો, પદાધિકારીઓ અને ગૌ વૈદરાજ જીતુભાઇ જોષી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સુડાવડ ગામના યુવાનોએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમનુ સફળ સંચાલન કિશાન સંઘના મંત્રી ચંદુભાઇ ઢેબરીયારે કર્યુ હતુ. 

 

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ