એરંડા વાયદામાં બદલાની ઘરવાપસી- રૂ બજારમાં પચાવાતી તેજીઃ બિરેન વકીલ

Updated - 2021-09-21 12:40:52

બિરેન વકીલઃ એરંડા વાયદામાં તોફાની તેજી-મંદીથી નાના મોટા બધા ડઘાઇ ગયા છે. બજાર બે વાર રૂ.૬૦૦૦ ઉપર ગયું અને જયારે જયારે મોટા મોટા તેજીના આંકડા બોલાલા લાગ્યા ત્યારે ત્યારે જોરદાર વેચવાલી આવી. રૂ.૬૦૦૦ના મથાળએ જે રીતે આવકોનો ધસારો થયો, અને ખાસ તો બદલા રૂ.૬૦થી વધીને રૂ.૧૫૦ થઇ ગયા એ જોતા એરંડામાં પાકના આંકડા અને કેરિફોરવર્ડ સ્ટોક અંગે ફેરવિચાર કરવો પડે. નોન એનસીડિએકસમાં બદલા ત્રણ ટકા જેવા થઇ જતા હેજરોનો ધસારો થયો છે. ચિક્કાર આવકો સામે હેજરો અને મિલરો પણ લેવાલ છે. ખેડુતોને રૂ.૫૫૦૦-૬૦૦૦ના એરંડા ઘરમાં નથી રાખવા એ નક્કિ છે. એરંડામાં આગળ પર પણ રસાકસી ચાલુ રહેશે. અત્યારે તો હેજરોનો ઘોડો વીનમાં દોડી રહ્યો છે. સમયસર અને સારો વરસાદ થાય તો એરંડાના વાવેતરમાં કેવો અને કેટલો વધારો થાય એના વરતારા જ સેન્ટિમેન્ટને કુલ કરવા પુરતા છે.
ટેકનિકલી જોઇએ તો એરંડા જૂન વાયદામાંહલામાં રેન્જ રૂ.૫૫૩૦-૫૯૩૦ છે. રૂ.૫૬૧૫ તૂટતા રૂ.૫૫૩૦ અવે એ પણ તૂટે તો રૂ.૫૪૪૦ અને રૂ.૫૩૩૦ આવી શકે, ઉપરમાં રૂ.૫૮૮૦, રૂ.૫૯૩૦, અને રૂ.૬૦૦૫ રેઝિસ્ટન્સ છે. આગલા બે સપ્તાહમાં બદલો રૂ.૧૮૦-૨૦૦ થાય છે કે રૂ.૯૦-૧૦૦ થાય છે એના પર નજર રાખીએ. જાન્યુ-માર્ચ સમયગાળા માટે દિવેલની નિકાસો પાંચ વરસમાં નીચી છે એમ ઓઇલવર્લ્ડ નો અહેવાલ કહે છે.
રૂ બજારમાં ઉંચા મથાળે તેજીમાં રૂકાવટ છે. કેશ પેમેન્ટના બાયરો નહીવત છે. ઉધારીમાં રૂ આસાનીથી ખપી જાય પણ આગલા અમુક અનુભવ પછી હવે જીનરોને ઉધારીના વેપારમાં રસ ઘટી ગયો છે. ઘણા જિનરોએ વેપાર સાવ માપનો કરી નાખ્યો છે. કેશની છૂટ હોય એવી મિલોએ આયાત પર ફોકસ કર્યું છે. પાછલા એક માસથી અમેરિકાના વીકલી સેલ્સના આંકડામાં બારતની આયાતો નોંધપાત્ર રહી છે. સાઉથમાં વેસ્ટ આફ્રિકન કોટનની પણ આયાતો વધી છે. આયાતો ૩૦ લાખ ગાંસડીનો લક્ષાંક વટાવે તો નવાઇ નહી. ઘરઆંગણે રૂનો પાક ૩.૧૦ કરોડ ગાંસડીથી માંડીને ૩.૫૦ કરોડ ગાંસડી સુધીના વરતારા ફરે છે. વરસના અંતે રૂની બેલેન્સશીટના વેરિએશન મોટા હશે. ડિજિટલ ઇકોનોમિમાં ડિજિટલ કોટન!!
આઇસ કોટનમાં ઉંચા મથાળે વેચવાલી આવી છે. જૂલાઇ વાયદો ૭૯.૨૦ સેન્ટથી ઘટીને ૭૭.૫૦ થયો છે. જૂલાઇની રેન્જ ૭૬.૧૫-૮૦.૨૦ છે. બજાર અત્યારે ૭૬-૮૦ સેન્ટના બેન્ડમાં છે. ૭૬.૬૬ તૂટે તો ૭૫.૫૫ સુધીની સંભાવના છે.
ખોળના બજારમાં હાજરમાં ઘરાકી સાવ ઘટી ગઇ છે. ગરમી ખૂબ વધવાથી અને વકલી ખોળનો પૂરવઠો પણ વધ્યો છે. એટલે ઘરાકી પર અસર પડી છે. ખોળ ૧૨૦૦થી વધીને ૨૫૦૦ થયો છે એટલે હવે તેજી જોખમી તબક્કામાં છે. રૂ બજારમાં ગાંસડી રૂ.૪૭૦૦૦ છે. પણ વ્યાજબદલા ઉંચા છે. યાર્ન બજારમાં કમજોરી છે. રૂપિયો પણ મકકમ છે. આ સંજોગોમાં વેધર મોટુ વાઇલ્ડ કાર્ડ છે.
એમસીએકસમાં મે વાયદામાં  રૂ ની રેન્જ રૂ.૨૧૮૦૦-૨૨૫૮૦ છે. રૂ.૨૨૬૧૦ ઉપર નિર્ણાયક બંધ આવે તો રૂ.૨૩૦૩૦, ૨૩૧૩૦ સુધીની સંભાવના છે. પેરાડિમ રિસર્ચની કવોન્ટ ટિમના અંદાજ મુજબ એમસીએકસ રૂમાં નજીકના ગાળામાં રૂ.૨૧૭૦૦-૨૨૦૦૦ સુધીનું કરેકશન આવી બજાર ઘુંટાય ને પછી સ્લિંગશોટ મુવ- ગોફણમાંથી ગોળો છુટે એવી ચાલમાં ૨૩૫૦૦-૨૩૮૦૦-૨૪૨૦૦ સુધીના ભાવ ૩૦ ઓકટોબર સુધીમાં આવી શકે. મહીને ૩૦૦ બદલા ગણતા  ત્રણ મહિને ૧૦૦૦ કોસ્ટ થાય. આમ હવેના તબક્કામાં ડાયનેમિક હેજ કરવું પડે. ગાંસડીના ભાવ રૂ.૪૭૦૦૦થી વધીને રૂ.૫૦૦૦૦ થાય પણ એ ઝડપી થાય તો જ નવા લેણ કરનારા ઇન્વેસ્ટર કમાય. એમસીએકસમાં સામે પડીને લે વેચ કરવા માટે સારો સમય છે.

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ