રૂના ઉત્પાદનના અંદાજમાં સીએઆઇએ વધુ છ લાખ ગાંસડીનો ઘટાડો કર્યો

Updated - 2021-09-18 20:42:41

દેશમાં રૂના ઉત્પાદનમાં સીએઆઇ (કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયા)એ વધુ છ લાખ ગાંસડીનો ઘટાડો કરીને નવો અંદાજ ૩.૧૫ કરોડ ગાંસડીનો મૂક્યો હતો. ગત્ત મહિનાની મિટિંગમાં સીએઆઇએ ૩.૨૧ કરોડ ગાંસડીનો અંદાજ મૂક્યો હતો. ગત્ત વર્ષે દેશમાં ૩.૬૫ કરોડ ગાંસડી રૂનું ઉત્પાદન થયું હતું, આ રીતે ગત્ત વર્ષથી દેશમાં આ વર્ષે અડધો કરોડ ગાંસડી ઉત્પાદન ઘટયું છે. રૂના ટ્રેડરો હજુ પણ માની રહ્યા છે કે રૂના ઉત્પાદનમાં વધુ ઘટાડો થશે. કેટલાંક જૂના અભ્યાસુઓના મતે રૂનું ઉત્પાદન ૩ થી ૩.૦૫ કરોડ ગાંસડી જેટલું જ થશે. 

સીએઆઇના પ્રેસિડન્ટ અતૂલ ગણાત્રાએ રૂના ઉત્પાદનનો નવો અંદાજ મુકતાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના રૂના ઉત્પાદનમાં બે લાખ ગાંસડીનો અને પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, તેલંગાના અને આંધ્રપ્રદેશના રૂના ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો. વરસાદના અભાવે રૂનું ઉત્પાદન કરતાં મોટાભાગના રાજ્યોમાં ખેડૂતોએ ત્રીજી અને ચોથી વીણીનો કપાસ લેવાનું માંડી વાળ્યું હતું અને રવી પાકોનું વાવેતર કરીને ખેતરમાંથી કપાસ કાઢી નાખ્યો હતો જેને કારણે રૂના ઉત્પાદનમાં ગત્ત વર્ષથી ૫૦ લાખ ગાંસડીનો ઘટાડો થયો છે. 

દેશમાં રૂની આવક વિશે જણાવ્યું હતું કે એપ્રિલના અંત સુધીમાં દેશમાં ૨.૭૮૭૩ કરોડ ગાંસડીની આવક થઇ ચૂકી છે જે ગત્ત વર્ષે એપ્રિલ સુધીમાં ૩.૧૧ કરોડ ગાંસડીની આવક થઇ હતી. આમ, આવકમાં ગત્ત વર્ષથી ૩૨.૨૭ લાખ ગાંસડીની આવક ઓછી રહી હતી. ખાસ કરીને ગુજરાતમાં ૧૩.૧૦ લાખ ગાંસડી અને તેલંગાનામાં ૧૩.૭૪ લાખ ગાંસડી ઓછી આવક થઇ હતી. રાજસ્થાનમાં રૂનું ઉત્પાદન સારૂ થતાં આવક ગત્ત વર્ષથી ૬.૫૬ લાખ ગાંસડી વધુ રહી હતી. 

રૂની બેલેન્સશીટ વિશે અતૂલભાઇએ જણાવ્યું હતું કે દેશમાં રૂનો વપરાશ ગત્ત મહિનાના અંદાજથી એક લાખ ગાંસડી ઘટાડયો હતો. દેશમાં રૂનો વપરાશ ચાલુ વર્ષે ૩.૧૫ કરોડ ગાંસડી રહેવાનો અંદાજ છે જે ગત્ત વર્ષે ૩.૧૯ કરોડ ગાંસડી રહ્યો હતો. ખાસ કરીને રૂની એક્સપોર્ટમાં ખાસ્સો મોટો ૩૩ ટકા ઘટાડો થવાનો અંદાજ છે. રૂની એક્સપોર્ટ ૪૬ લાખ ગાંસડી જ થવાનો અંદાજ છે જે ગત્ત વર્ષે ૬૯ લાખ ગાંસડી રહી હતી. રૂની ઇમ્પોર્ટ ગત્ત વર્ષે ૧૫ લાખ ગાંસડી જ રહી હતી જે વધીને ૩૧ લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. સીઝનના અંતે નવી સીઝન માટેનો કેરિફોરવર્ડ સ્ટોક ઘટીને ૧૩ લાખ ગાંસડી જ રહેશે જે ચાલુ વર્ષના આંરભે ૨૮ લાખ ગાંસડી હતો. 

 

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ