જીરૂ વાયદામાં નીચામાં રૂ.૧૪,૫૦૦ અને ઉપરમાં રૂ.૧૮૦૦૦નાં ભાવ થશેઃ એનાલિસ્ટો

Updated - 2021-06-11 02:58:51

દિપક મહેતા તા.૫, દેશમાં જીરૂનો પાક ચાલુ વર્ષે બમ્પર થવાનો અંદાજ છે, પરંતુ જીરૂનાં ભાવ ટૂંકમાં બોટમઆઉટ થઈને ફરી ઉપરની સપાટી તરફ આગળ વધે તેવી સંભાવનાં છે. ફેડરેશન ઓફ સ્પાઈસ સ્ટેક હોલ્ડર્સ (ફીસ) દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલી ત્રીજી સ્પાઈસ મીટમાં જીરૂ વિશેની ટેકનિકલ પેનલમાં વિવિધ એનાલિસ્ટોનાં અંદાજનો તારણ એ હતું કે જીરૂમાં રૂ.૧૪૫૦૦ નીચામાં અને ઉપરમાં રૂ.૧૮૦૦૦ સુધીનાં ભાવ જોવા મળે તેવી સંભાવનાં દેખાય રહી છે.
જીરૂની ટેકનિકલ પેનલનું સંચાલન રાજસ્થાનનાં અગ્રણી ખેડૂત અને ફીસનાં ટ્રસ્ટી પુખરાજ ચોપરાએ કર્યું હતું. આ પેનલમાં અમદાવાદનાં જાણીતા કોમોડિટી એનાલિસ્ટ બિરેન વકીલે જણાવ્યું હતું કે જીરૂમાં ટેકનિકલ રીતે ઈલીયેટ વેવ મુજબ મંદીનો પાંચમો વેવ ચાલી રહ્યો છે અને ભાવ ટૂંકમાં રૂ.૧૫૨૦૦-૧૪૮૦૦ પર બોટમઆઉટ થશે. તેજી વિશે ભારતીય રૂપિયો કેવો રહે છે તે મહત્વનો છે. આ ઉપરાંત ભારત અને યુરોપમાં સામાન્ય ચૂંટણી છે, જે પણ મહત્તવનો રોલ ભજવશે.
અમિત ખેરેએ જણાવ્યું હતું કે જીરૂમાં બે સ્થિતિ ઊભી થઈ શકે છે. જો જીરૂ વાયદો રૂ.૧૪૯૦૦ નીચે નહીં જાય તો ઉપરમાં રૂ.૧૬૫૦૦થી ૧૭૦૦૦નાં ભાવ જોવા મળશે. જ્યારે નીચામાં રૂ.૧૪૯૦૦ની સપાટી તુટશે અને વિકલી ક્લોઝિંગ આ સપાટી નીચે આવશે તો રૂ.૧૩૦૦૦-૧૨૬૫૦ની સપાટી જઈ શકે છે. એક વર્ષમાં ભાવ વધીને રૂ.૧૯૩૦૦ સુધી જઈ શકે છે.
કેડિયા કોમોડિટીનાં અજય કેડિયાનું કહેવું છેકે છેલ્લા ૮ વર્ષથી જીરૂ માર્ચમાં ઘટે છે, પરંતુ હાલમાં વોલ્યુમ અને ઊભા ઓળિયા ઓછા છે. ટેકનિકલી જીરૂમાં રૂ.૧૪૪૦૦-૧૪૫૦૦ બોટમ બનીને જૂન આસપાસ રૂ.૧૭૮૦૦થી ૧૮૦૦૦ની સપાટી જોવા મળશે.ચાલુ વર્ષે વાયદો નવી ટોચે નહીં પહોંચે કે રૂ.૨૦,૦૦૦ની ઉપર જાય તેવા સંજોગો પણ નથી. વોલેટાલિટી વધે તેવી સંભાવનાં છે.
અખીલેશ પંડ્યાંનું કહેવું છેકે વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં વાયદામાં ભાવ રૂ.૧૪૦૦૦ આસપાસ લો બની હતી. ચાલુ વર્ષે ટેકનિકલી રૂ.૧૪૫૦૦નો સ્ટોપલોસ રાખી શકાય અને ઉપરમાં રૂ.૧૭૫૦૦થી ૧૮૦૦૦નાં ભાવ જોવા મળી શકે છે.
નીખીલ વોરાએ જણાવ્યું હતું કે જીરૂમાં રૂ.૧૪૯૭૦ની સપાટી મહત્વનો સપોર્ટ છે, આ સપાટી ઉપર ભાવ ટકશે તો ભાવ વધીને રૂ.૧૬૫૦૦,૧૭૫૦૦ અને રૂ.૧૮૩૨૫ સુધી જઈ શકે છે. જો રૂ.૧૪૯૭૦ નીચે વીકલી બંધ આવશે તો ભાવ રૂ.૧૩૮૦૦ સુધી જઈને બોટમ બનાવી શકે છે.
દિનેશ સોમાણીએ જણાવ્યું હતું કે જીરૂમાં છેલ્લા છ વર્ષમાં માર્ચ મહિનામાં બોટમ બની છે. ભાવ રૂ.૧૪૯૦૦-૧૪૬૦૦ પર ખરીદી કરીને ચાર થી છ મહિનામાં ભાવ રૂ.૧૮૨૦૦થી ૧૮૪૦૦ સુધી જઈ શકે તેમ છે.

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ