Updated - 2023-03-29 16:05:57
રાજકોટ તા.૨૭ઃ રાજકોટ ક્ષેત્રના નાયબ બાગાયત અધિકારી આર. એચ. લાડાણીએ કહ્યું હતું કે ખેતીમાં યોગ્ય આયોજન દ્રારા ખર્ચ ઘટાડી આવકના સ્ત્રોત ઉભા કરવા પડશે. આજે સામાજીક પરિવર્તન સાથે ખેડૂતોના આંગણેથી દૂઝણા પશુઓ છૂટી ગયા છે, ત્યારે ખેડૂતોએ અન્ય પાકોની સાથે થોડો વિસ્તાર શાકભાજી પાકોને આપી કાયમની રોકડ આવક ઉભી કરવી જોઇએ.
જમીન પર પથરાતા વેલાવાળા શાકભાજી માટે ટેલીફોન પધ્ધતિ ઉત્તમ છે. ટમેટી અને મરચીના પાકમાં પણ ટેલીફોન પધ્ધતિ અપનાવી, શાકભાજીમાં 30 થી 40 ટકા થતો બગાડ, અડધાથી પણ ઓછો કરી શકાય છે. છાણિયા ખાતરના સ્ત્રોત ઘટી ગયા છે. જમીનના આરામના સમયમાં સણ, ગુવાર કે કોઇપણ કઠોળ પાકનું વાવેતર કરી, 45-50 દિવસે રોટાવેટર ચલાવી લીલો પડવાસ કરી શકાય. શાકભાજી અને ફળપાકોનું વેલ્યુએડિશન કરી વધારે આવક મેળવવા માટે ખેડૂતો માટે સરકારની અનેક સહાયકારી યોજનાઓ છે. (સંપર્ક નાયબ બાગાયત કચેરી, 0281-2445517)