Updated - 2023-03-29 14:43:41
રમેશ ભોરણિયા તા.૨૯ઃ છેલ્લા બે દિવસ દરમિયાન કપાસમાં થ્રીપ્સના હેવી એટેકના વાવડથી મોબાઇલ સતત રણકતો રહ્યોં છે. કારોંઢાઇ ગયા એટલે કે કપાસના ઘેરા કાળા થઇ ગયા છે. હમણા સુધી ધાબડિયું હવામાન અને સતત વરસાદી ઝાપટા પડતા હોવાથી કોઇપણ કિટકનાશી દવાના પરિણામ ન મળ્યાનું ખેડૂતો કહે છે. અંતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના દરવાજા ખખડાવ્યા. કિટકશાસ્ત્ર વિભાગના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક પ્રો. એમ. વી. વરિયા (મો.99982 67196) કહે છે કે થ્રીપ્સના અતિ ઉપદ્રવને નિયંત્રણમાં લેવામાં ન આવે તો કપાસના પાન પહેલા પીળા પડે પછી, પાન કોકડાઇ જવાથી છોડની વૃધ્ધિ અટકી જતા, ઉત્પાદન પર માઠી અસર કરે છે. 15 લીટર મુજબ અહિં નીચે સૂચવે કોઇપણ એક દવાનો ઉપયોગ કરી શકાય.
દવા સાથે બિવેરિયા પાવડરનો પંપે (15 લીટર) 60 થી 70 ગ્રામ ઉપયોગ લેવામાં આવે તો રાસાયણિક દવાનો અડધો ડોઝ કરી નાખવો. કોઇપણ કિટકનાશક દવા સાથે બિવેરિયાના 10 દિવસે સ્પ્રે કરવાથી ચુસિયા જીવાતોને સારી રીતે નિયંત્રિત કરી શકાય છે. 1. ડાયમિથોએટ-30 ઇસી (રોગર) 15 એમએલ અથવા 2. ફ્રીપોનીલ-5 એસ.સી. (રીઝન્ટ) 50 એમએલ અથવા 3. ફ્લોનિકામિડ-50 ડબલ્યુ જી (ઉલાલા, પનામ) 6 ગ્રામ અથવા 4. ડીનોટેફ્યુરાન-20 એસજી (ઓસીન) 6 ગ્રામ અથવા 5. સ્પીનોસાડ-45 એસસી (ટ્રેસર) 5 એમએલ જેવી કોઇપણ એકનો છંટકાવ કરવાની ભલામણ છે. કૌંસમાં વેપારી નામ પણ દર્શાવેલ છે.