વિપરીત હવામાનઃ આંબામાં કેરી,જાંબુડામાં ફાલ

Updated - 2023-03-29 11:49:09

રમેશ ભોરણિયાઃ અડધો કારતક મહિનો વિતવા છતાં જર્સી, ટોપી કે મફલર કાઢી રાત્રે તાપણું કરવું પડતું નથી. ક્યારેક તો દિવસનું તાપમાન વધીને 35 ડીગ્રીને ટચ કરી જાય છે. હવામાનનો ડખ્ખો ઉભો થવાની ચાડી સૌપ્રથમ વનસ્પતિ ખાય છે. કસમયે બોરડીમાં ચણી બોર દેખાય, આંબામાં કેરીઓ આવવી કે પછી જાંબુડામાં ફાલ દેખાય. આવી ઘટનાઓ વિપરીત હવામાનમાં બનતી હોય છે.  જામનગરના જામજોધપુર તાલુકાના તરસાઇ ગામેથી ખેડૂત દલસુખભાઇ ખાંટે (મો.99131 16050)એ પોતાને ત્યાં જાંબુડામાં માર્ચ-એપ્રિલને બદલે છ મહિના વહેલો ઓક્ટોમ્બર-નવેમ્બરમાં આવેલ ફાલ-ફૂલના ફોટા મોકલ્યા છે. દેવભૂમિ દ્રાકાના ભાણવડ તાલુકાના આંબરડી ગામેથી કાળીજીરીના માસ્ટર ખેડૂતમિત્ર મહેશભાઇ ચૌહાણે (મો.97253 75828) પોતાને ત્યાં ઉભેલા આંબામાંથી ઉતારેલ કેરીના ફોટા મોકલ્યા છે. કારતક મહિને આંબામાં કેરી અને જાંબુના કાચા ફળ જોઇ આપને આશ્ચર્ય થયા વગર રહે નહીં. 

વિસમ હવામાનની વાત કરતા જૂનાગઢ મેંદરડાના રાજેસર ગામના અભ્યાસું ખેડૂત થોભણભાઇ પાનસુરિયા (મો.98799 12665) કહે છે કે શિયાળું પાકને 30 ડીગ્રીથી નીચેનું હવામાન જોઇએ. અમારા ગામના વ્રજલાલ કુરજીભાઇ પરમારે 10 વીઘાના ચણાનો આગોતરો પાક રાંપલીને ઘઉં વાવી દીધા છે. ઘઉં, ચણા, લસણ બધા પાકમાં વિપરીત હવામાનથી સૂકારો લાગું પડ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર ઉપર નંદુરબાર વિસ્તારમાં કમોસમી વરસાદ થવાથી ઉગતા શિયાળું પાકને નુકશાન થયાના તાજા રિપોર્ટ છે. (23 નવેમ્બર,૨૦૧૮)

Detail Pate Bottom 800 x 300
Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ