ખેતીનું જ્ઞાન વધારવા માટે શું કરવું?

Updated - 2023-03-30 05:37:42

પ્રવીણ પટેલઃ સારા વરસાદ પછીની નિરાંતવાળી સાંજે આજે જ્યારે મળ્યા છીએ ત્યારે ચાલો થોડી વાતો કરી લઈએ. ખેતી જો ખંતથી કરવી  હોય તો આપણી ખેતીમાં થોડા બદલાવ અને વૈજ્ઞાનિક અભિગમ રાખવો જરૂરી છે. જમીનનું પૃથ્થકરણ, ખેતી ખર્ચનો હિસાબ રાખવા ઉપરાંત ખેતી ક્ષેત્રે બનતી. ઘટનાઓ અને નવી શોધ બાબતે પૂર્તિ માહિતી આપણે રાખવી પડશે. આ માહિતી માટે કોઈ સરળ સાધન હોય તો તે છે કૃષિમેળો આજે દેશવિદેશમાં કૃષિમેળાઓ ખુબ જ સરસ યોજાય રહ્યા છે. વાંચતા હસો એ પછીના થોડા દિવસમાં જ ગાંધીનગરનો મેળો યોજવાનો છે તે અંગે થોડી નોંધ ટપકાવી લ્યો કે ૭ થી ૯  સપ્ટેમ્બર ૨૦૧૮ આંતરરાષ્ટ્રીય કૃષિમેળો ગાંધીનગર ખાતે યોજાશે, આ મેળામાં આપણા ખેડૂતોને ઉપયોગી એક એન્ડ્રોઇડ એપ રજુ થવાની છે તેના સમાચાર તમે નોંધી લો.

આપણે મેળામાં, કૃષિ પ્રદર્શનમાં કે કોઈ પ્રગતિશીલ ખેડૂતના ખેતર ઉપર પોતાનું પેટ્રોલ બળીને શા માટે જઈએ ? કારણ આપણને ખબર છે કે ખેતી હોય કે ધંધો બધામાં સફળતા મેળવવા જોઈએ જ્ઞાન, જોઈએ માહિતી, જોઈએ વખતોવખતનું અપડેટ. જે આપણને ખેતીને પોષણક્ષમ અને ઉપજલક્ષી બનાવવામાં બળ પુરુ પાડે. આવી સગવડતા હવે તમારા હાથમાં રહેલું ટુંણટુણીયુ આપે છે ઉપાડો ફોન અને ખોલો ગુગલ પ્લે સ્ટોર  તેમાં ટાઇપ કરો AgriMojo આ એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરશો એટલે હવે તમને મળશે રોજ દેશ અને દુનિયાની ખેતી સમૃદ્ધ કરવાના નવા નવા આઈડિયા અને સમાચાર.આ માટે કૃષિ પ્રભાતની પણ એપ તમે ડાઉનલોડ કરો, જેથી ગુજરાતની ખેતીની  વાતો પણ વાંચવા મળશે.

Detail Pate Bottom 800 x 300
Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ