Updated - 2023-03-30 10:50:44
પ્રવીણ પટેલઃ ચીનમાં કપાસ વાવતા ખેડૂતો એકરમાં ૧૪ હજાર કપાસનાં છોડ લગાડે છે આ અંગેનો પ્રયોગ આપણા ગુજરાતમાં પણ હવે થાય છે. ખુબ જ નજીક નજીક એટલે કે ઓછા અંતરે કપાસના વધુમાં વધુ છોડ વાવીને ઓછા ખર્ચે એકર દીઠ કપાસનું ઉત્પાદન બમણુંથી વધુ કરી શકાય છે. આ પ્રયોગ ગુજરાતનાં અલગ-અલગ જિલ્લામાં -આપણા ખેડુતમિત્રોએ કર્યો છે. આના પરિણામો વિશે આપણે હવે પછી જાણીશું.જે ખેડૂતોએ ૩ x ૧ અથવા ૪ x ૧ના અંતરે કપાસ કર્યો હોય તે અમને લખી મોકલો અથવા હાલના પાક પાણી અનુભવો અમને જણાવે.
ઈન્ટરનેટ સર્ચ કરતાં એવું જાણવા મળ્યું કે ભારતમાં કપાસનું ઉત્પાદન વર્ષે ઘટશે. બજારભાવની વાત કરીએ તો બજારભાવ ઘરેલું ઉપયોગ અને વિદેશમાં નિકાસ ઉપર આધારીત હોય છે. બજારભાવ બહુ નીચા નહીં જાય તેમજ ખુબ વધી પણ નહીં જાય તેવું બજારના નિષ્ણાંત કહે છે. આપણે ખેડૂતોએ પોતાની નજર બજારભાવ તરફ રાખવાને બદલે પોતાના ખેતરની ઉત્પાદકતા કેમ વધે તેના પર કેન્દ્રિત કરવાની છે. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવા નવાં પ્રયોગો અને આંખ કાન ખુલ્લાં રાખી ખેતી પ્રત્યેનો અભિગમ પ્રોગેસીવ કરવો રહ્યો. જીવામૃત ખેતરમાં આપીને ઉપજ વધારવાના પ્રયોગો કરી શકાય.
મહિકો કંપની વિશે આપણે બધા જાણીએ છીએ. એમાંય શાકભાજીની ખેતીમાં દુધી વાવેતર કરતાં હોય તેવાં ખેડુતો મહિકોના વરદ દુધીના નામથી જાણે છે. મહિકો કંપની છેલ્લાં ઘણા વર્ષથી બિયારણ ક્ષેત્રે લીડર છે.મહિકોએ હવે મહિકો બ્રાંડની સાથે મહિકો ગ્રો તેવો લોગો ઉમેર્યો છે. મહિકો ભારતીય ખેડૂતોને શાકભાજી અને ફળફળાદી ખરીદીને વિદેશમાં નિકાસ કરવા માટે કંપની સ્થાપી છે.તેનું નામ સેવન સ્ટાર ફ્રુટ રાખ્યું છે.