Updated - 2023-03-30 08:51:22
અમદાવાદ તા.૧૪
સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરે બે દિવસ સુધી તમામ માર્કેટિંગ યાર્ડો બંધ રહ્યાં બાદ તા.૧૫ને શનિવારથી તમામ યાર્ડોમાં ફરી પહેલાની જેમ જ યાર્ડો શરૂ થઈ જશે અને ખેડૂતોને જણસી શુક્રવારે બપોરથી લાવવા દેવાની છૂટ આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનનાં પ્રમુખ અતુલભાઈ કમાણીએ 'કૃષિ પ્રભાત'ને જણાવ્યું હતું કે વાયુ નામ ના વાવાઝોડા ના લીધે ખેડૂતો ને નુકસાન ન ભોગવવા નો વારો આવે તેના માટે સૌરાષ્ટ્ર ના તમામ માર્કેટ યાર્ડ બે દિવસ બંધ રાખવા માં આવેલ જે આજે વાતાવરણ સ્વસ્થ થઈ ગયું હોય તો સૌરાષ્ટ્ર ના બધા યાર્ડ આવતીકાલે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે આજે બપોર બાદ દરેક જણસી યાર્ડમાં ઉતારવા દેવામાં આવશેબપોર બાદ દરેક એપીએમસી દ્વારા ખેડૂતો નો માલ સલામત સ્થળે ઉતારવા માટે કાળજી લેવામાં આવશે જેથી ખેડૂતો નો માલ બગડે નહીં
.