કેળામાં કાળો કારોબારઃ કેલ્શિયમને બદલે કેન્સર !

Updated - 2023-03-29 15:38:09

રમેશ ભોરણિયા તા.૨: કેરી પકવવાના કાળા કારોબારનો સમય પુરો થઇ ચૂક્યો છે. કેરી પછી હવે કેળાનો વારો. શિવની આરાધનાનો શ્રાવણ મહિનો બેઠો છે. શ્રાવણ એટલે વ્રત, ઉપવાસ અને તહેવારોનો મહિનો ગણાય છે. શ્રાવણ મહિનો બેશે, પછીથી રેંકડીઓમાં કે ફ્રૂટ-શાકભાજીના થડા ઉપર કેળાની હાજરી અચૂક જોવા મળે છે. 

આજના સમયમાં ઘણા ખરા ફળોને જલ્દી પકવવા માટે ઝેરી કેમિકલ્સનો ભરપુર ઉપયોગ કરવામાં આવતો હોય છે. કાચી કેરીને જલ્દી પકવવા માટે કાર્બાઇટનો બેફામ ઉપયોગ થાય છે, એ રીતે કેળાને પકવવા માટે પાણી ભરેલ બેરલમાં અમુક જાતનું કેમિકલ્સ નાખી દ્રાવણ બનાવી, એમાં કેળાની લૂમોને બોળવામાં આવે છે. આમ કરવાથી પાંચ-સાત દિવસે કુદરતી રીતે પાકતા કેળા બે દિવસમાં પાકી જાય છે. બે દિવસ પહેલા રાજકોટના રૈયા રોડ ઉપરના એક કોલ્ડ સ્ટોરેજમાં મ્યુનિસિપાલટીની આરોગ્ય શાખાએ દરોડો પાડતાં, આ પ્રકારે કેમિકલ્સથી પકવેલ 500 કિલો કેળાનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. આવા કેમિકલ્સયુક્ત કેળા સાથે એમ.જે.ગ્રુપોન નામના હાનીકારક કેમિકલ્સની 10 બોટલો બરામત થઇ હોવાનું આરોગ્ય અધિકારીએ કહ્યું હતું. 

વ્રત-ઉપવાસ કરતાં લોકો માટે અગત્યનું ફળાહાર એટલે કેળા. આમેય કેળાને કેલ્શિયમ તત્વનો ખજાનો કહેવાય છે. કેલ્શિયમની ઉણપ ધરાવતા લોકો માટે કેળા ઉત્તમ આહાર કહેવાય છે. અહીં તો કેળામાંથી કેલ્શિયમને બદલે મોઢા, જઠર અને આંતરડામાં ચાંદા પડી શકે છે. ચામડીના રોગો અને લાંબા સમયે આવા કેળા ખાવાથી આંતરડા અને મોઢાનું કેન્સર થવાનો ખતરો રહેતો હોવાનું ડોકટરો કહે છે. (લખ્યાં તા.૨ ઓગસ્ટ.૨૦૧૯)

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ