મગફળીની ખરીદી વિશે વિજય રૂપાણી શું કહે છે?

Updated - 2023-01-24 18:18:11

ગાંધીનગર તા.૧૮, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ખેડૂતોની મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં એક ટકો પણ ખોટું કે ગેરરીતિ ન થાય તે માટેની સંપૂર્ણ પારદર્શી વ્યવસ્થા સરકારે ગોઠવી છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે. તેમણે કહ્યું કે ક્યાંય કોઇ ખોટું ન થાય ખેડૂતોને પણ કોઇ તકલીફ ન પડે તે રીતે વીડિયો શૂટિંગ, ગુણવત્તા ચકાસણી વગેરેની પૂરતી ચોકસાઈ અને વ્યવસ્થા સરકારે રાખી છે.

તેમણે ઉમેર્યું કે, આ વર્ષે નાગરિક પુરવઠા નિગમને મગફળી ખરીદીની જવાબદારી સોંપી છે એટલું જ નહીં એ.પી.એમ.સી.માં પણ કોઇ ખેડૂતનો સમય ન બગડે અને ગુણવત્તાની તેમજ વજન તોલ માપ વગેરેની પણ ચોકસાઈ રાખવામાં આવે છે. કલેક્ટર, નાફેડ, પુરવઠા નિગમ, વેર હાઉસિંગ એમ બધા સાથે સામુહિક રીતે મગફળીની ખરીદી થાય તેવું આયોજન ગોઠવ્યું છે.

વિજયભાઈએ નાફેડને અનુરોધ કર્યો કે, સાચા ખેડૂતનો સાચો સારો માલ રહી ન જાય તે માટે નાફેડ સાથ આપે.

તેમણે એમ પણ જણાવ્યું કે, પાછલા ૩ દિવસમાં રાજ્યમાં ૧૨૨ કેન્દ્રો પરથી ૫૩ હજાર ક્વિન્ટલ થી વધુ મગફળી ખરીદવામાં આવી છે. સોમવારથી આ ખરીદીમાં વધુ ઝડપ આવે તે માટે પણ સૂચના આપી છે. દરમ્યાન રાજ્યના નાગરિક પુરવઠા નિગમ દ્વારા જણાવ્યા મુજબ રાજ્યમાં ૧૫ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆતથી અત્યાર સુધીમાં ૨,૭૫૫ ખેડૂતોની ૫૪,૮૬૩ ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી છે અને ખેડૂતોને રૂ. ૨૭.૪૩ કરોડ જેવી માતબર રકમ મળવાની છે.

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ