Updated - 2023-01-30 15:02:12
અમદાવાદ તા.૬,પાડોશી રાજ્ય રાજસ્થાનમાં શુક્રવારે વિધાનસભાની ચૂંટણી હોવાથી ઉત્તર ગુજરાતનાં અનેક યાર્ડો એકથી ત્રણ દિવસ માટે બંધ રહેવાનાં છે. ડીસા, થરાદ અને ઊંઝા સહિતની મંડીઓ બંધ રહેશે તે વેપારીઓએ જણાવ્યું હતું.
ઊઁઝાની મંડી શુક્રવારે એક જ દિવસ બંધ રહેશે, જ્યારે ડીસા અને થરાદની મંડીઓ શુક્રવારથી રવિવારે એમ ત્રણ દિવસ બંધ રહેશે અને સોમવારથી રેગ્યુલર ઓક્શન શરૂ થશે. પરિણામે આ દિવસો દરમિયાન ખેડૂતોએ માલ ન લાવવા માટે વેપારીઓએ જણાવ્યું હતું.
ઉત્તર ગુજરાતની રાજસ્થાન બોર્ડરની અનેક મંડીઓમાં રાજસ્થાનનાં મોટા ભાગનાં વેપારીઓ અને મજૂરો કામ કરતાં હોવાથી મતદાન કરવા માટે એક દિવસ મોટા ભાગનો વર્ગ જતો હોય છે, જેને પગલે મંડીઓ બંધ રાખવામાં આવે છે. મતદાન કરવા માટે બસની વ્યવસ્થા હોય છે, પરિણામે મોટા ભાગનાં લોકો સવારે જઈને સાંજે પરત ફરતા હોય છે, પરંતુ ડીસા-થરાદ જેવા બોર્ડરથી નજીકનાં ગામોમાં બે દિવસની રજા અને રવિવાર આવતો હોવાથી સંળગ ત્રણ દિવસ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણી સાથે ઉત્તર ગુજરાતનાં અનેક વેપારીઓ પણ આડકતરી અને સીધી રીતે જોડાયેલા હોય છે, પરિણામે તેમાં વેપારીઓને રસ વધારે હોય છે. આવી સ્થિતિમાં મતદાનનાં દિવસે પણ યાર્ડમાં વેપારો ઓછા થાયતેવી સંભાવનાં દેખાય છે.
(નોંધઃ કૃષિ પ્રભાતની વેબસાઈટ કે એપ્લિકેશનમાં પ્રસિધ્ધ થયેલા લેખ કે સમાચારનો આંશિક કે પૂરેપૂરો ભાગ કૃષિ પ્રભાતની મંજૂરી વગર પ્રસીધ્ધ કરવો નહીં.)