દેશમાં ચોમાસાની વિદાય સપ્તાહમાં શરૂ થશેઃ હવામાન ખાતું

Updated - 2022-10-06 04:56:03

દેશમાંથી ચોમાસાની વિદાય નજીક આવી રહી છે અને ચાલુ મહિનાનાં અંત સુધીમાં ચોમાસાની વિદાયશરૂ થઈ જાય તેવી સંભાવનાં ભારતીય હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. દેશમાં હાલ હવામાન ખાતાનાં આંકડાઓ પ્રમાણે વરસાદની કુલ ૧૦ ટકાની ખાધ જોવા મળી રહી છે.
ભારતીય હવામાન ખાતાનાં જણાવ્યાં પ્રમણે ઉત્તર-પશ્ચિમ ભારતનાં રાજ્યમાંથી ચોમાસાની વિદાય શરૂ થાય તેવી સંભાવનાં છે. ૨૯મી સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય શરૂ થાય તેવી ધારણાં છે. એક વાર ચોમાસાની વિદાય શરૂ થાય ત્યાર બાદ તબક્કાવાર ચોમાસાની વિદાય એક પછી એક રાજ્યોમાંથી શરૂ થશે. ચાલુ વર્ષએ સમગ્ર સિઝન દરમિયાન સરેરાશ વરસાદની ૮ ટકાની ખાધ રહે તેવી પણ સંભાવનાં રહેલી છે.
દરમિયાન શનિવાર-રવિવારમાં મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણા સહિતનાં કેટલાક રાજયોમાં વરસાદ પણ શરૂ થયો હતો. ચાલુ સપ્તાહમાં બીજા રાજ્યોમાં પણ ચોમાસાની વિદાય થાય તેવી સંભાવનાં છે. જો પાછોતરો સારો વરસાદ થાય ઊભા પાકને ફાયદો થાય તેવી સંભાવનાં છે.

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ