ગીરની કેસર કેરીમાં એવું શું થયું કે ખેડૂતો ચિંતામાં મુકાયા?

Updated - 2023-01-29 10:39:52

રમેશ ભોરણિયા તા.૧૬, કેસર કેરી એક તરફ દેશના સીમાડા વળોટીને પરદેશમાં પહોંચી છે, ત્યારે સોમનાથના ગીર પંથકમાં કેસર કેરીના બગીચાઓ ઉપર લીલી ઇયળ જેવા કિટકનું આક્રમણ થયું છે. 

સુરવા ગીરના 65 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા ખેડૂત મોહનભાઇ રામજીભાઇ (મો.99097 54822) કહે છે કે મારી આટલી ઉંમરમાં આ સમયે કેરી ઉપર ઇયળનો હુમલો પહેલી વખત જોયો છે. એક તો હવામાનના ડખ્ખાને લીધે કેરીનો પાક ઓછો ને અધુરામાં પુરૂ હોય તેમ ઇયળ ત્રાટકી છે. ખાસ કરીને કોરાયેલ આંબામાં આ ઇયળનો હુમલો વધું જોવા મળે છે. ઇયળ લીલા કલરની, પાતળી એક ઇંચ એકની સાઇઝ ધરાવે છે. ખેડૂતોએ આ ઇયળને નિયંત્રણમાં લેવા માટે અવાન્ટ અને થ્રેસર જેવી ભારે દવાના સ્પ્રે શરૂ કરી દીધા છે. 

હડમતિયા ગીરના સુધીરભાઇ ભંડેરી (મો.81407 02468) કહે છે કે છેલ્લા સપ્તાહથી ગીરના ગામે ગામથી ઇયળના ઉપદ્રવના વાવડ આવી રહ્યાં છે. આ સમયે કેરી ઉપર પહેલી વખત ઇયળનો હુમલો જોવા મળ્યો છે. ખેડૂતો એની રીતે ઇયળને નિયંત્રણમાં લેવા દવાઓના છંટકાવ શરૂ કરી દીધા છે. 

ધાવા ગીરના મનસુખભાઇ કંટારિયા (મો.94269 95233) કહે છે કે છેલ્લા બે-ચાર દિવસથી એક પછી એક ગામેથી કેરી ઉપર ઇયળનું ત્રાટક થયાના સમાચારો આવી રહ્યાં છે. એક બાજુ કેરીનો વેળ પડ્યો છે, ત્યારે જ ઇયળે હુમલો કરી ખેડૂતોને ચિંતામાં મુકી દીધા છે. ખેડૂતો આ ઇયળને પૈળિયાની ઇયળ કહે છે. જે આંબામાં કોરામણ આવ્યું છે, એવા આંબાઓમાં પહેલા કુણા પાંદડા સ્વાહા કરી ગયા પછી, એમાં લટકતી કેરીનો વારો ચડી જાય છે. બાગાયત વિભાગે તાત્કાલીક અસરથી ઇયળનો સર્વે કરી, સાવધાની માટે ખેડૂતોને યોગ્ય દિશા-સૂચન કરવું ઘટે છે.  (તા.૧૫, મે, ૨૦૧૯)

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ