મગફળીની આવકો અડધી, છતાં ભાવ સ્થિર

Updated - 2023-01-29 19:23:19

રમેશ ભોરણિયા તા.૧૫.સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના થોડા બ્લોક માટે મગફળી અગત્યનો તેલીબિયા પાક છે. ગત વર્ષની તુલનાએ ચાલું વર્ષે અડધો પાક હોવા છતાં હાલની તારીખે મગફળીના ભાવમાં દમ ન હોવાનું ખેડૂતો કહે છે. મગફળીની ખેતીમાં ૧૬ ગુંઠાના વીઘા મુજબ રૂ.૧૨,૦૦૦ થી રૂ.૧૩,૦૦૦ લઇ સેઢે બેસો, ત્યારે મગફળીની ખેતી થાય. મગફળીના ભાવ બાબતે સરકારને ભાંડવાથી, કંઇ અર્થ સરતો નથી. અગાઉના વર્ષે એટલે કે ૨૦૧૬-૧૭માં પ્રતિ ૨૦ કિલો ટેકાનો રૂ.૮૪૪ ભાવ હતો. ત્યાર પછીના ૨૦૧૭-૧૮ના વર્ષમાં વધીને રૂ.૯૦૦ થયા. ચાલુ ૨૦૧૮-૧૯માં સરકારે રૂ.૧૦૦નો વધારો કરી ભાવ કરી દીધા, રૂ.૧૦૦૦. 

સરકારે ચૂંટણીઓને ધ્યાને લઇ વર્ષ દીઠ ક્રમસહ્‌ ૨.૧૦ લાખ ટન, ૮.૩૦ લાખ ટન અને ચાલું વર્ષે ખરીદી ૩ લાખ ટનને વળોટી ચૂકી છે. એક મગફળી બજારના અભ્યાસુ ખેડૂત અગ્રણીએ કહ્યું હતું કે મગફળી ખરીદ કર્યા પછી સરકાર ફરીથી બજારમાં ઇના ઇ જથ્થો વેચીને ખેડૂતોને આડકતરો ધૂમ્બો મારે છે. એ મગફળીનું તેલ કાઢી મીલ્ટ્રી, મધ્યાહન ભોજન કે પછી સસ્તા અનાજની દુકાનોએથી વિતરણ કરી દેવું જાઇએ. એ કરવામાં સરકારનો જીવ ન ચાલતો હોય તો છેવટે વિદેશમાં નિકાસ કરીને દેશમાંથી માલ ભારણ હળવું કરે તો જ ખેડૂતો પાસે બચેલ જથ્થાનો યોગ્ય ભાવ મળી શકે છે. સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની ૫૦ ટકા આસપાસ આવકો કપાવા છતાં પુરતી લેવાલીના અભાવે ભાવ ઠેરના ઠેર પડ્યા છે. 

રાજકોટ યાર્ડ સૂત્રોના કહેવા મુજબ તા.૧, જાન્યુઆરીના રોજ જીણી જાડી પ્લસ થઇ ૧૫૦૦ Âક્વન્ટલની આવક સામે પ્રતિ ૨૦ કિલોના રૂ.૭૨૦ થી રૂ.૮૯૫ના ભાવ હતા. તા.૧૫, જાન્યુઆરીના રોજ એ આવક અડધી એટલે કે ૭૦૦ Âક્વન્ટલ સામે રૂ.૬૨૦ થી રૂ.૯૦૫ના ભાવ થયા છે. ઓઇલ મિલર્સો અને દાણાવાળા યુનિટોને ડિસ્પેરીટી ચાલતી હોય, ત્યારે તાળા મારીને બેસી જાય, એ સ્વાભાવીક છે. ખેડૂતને તો ડિસ્પેરીટીનો ઘા નરામાં લાગે કે મુંડામાં લાગે, ખેતરને તાળું મારીને બેસી જવાતું નથી ! ખેડૂત અને પ્રોસેસરો બે પૈસા કમાશે તો જ મગફળીનો પાક સચવાઇ રહેશે, બાકી તો વિદેશી આયાતી તેલો ખાઇને આપણે તો તાગડધિન્ના જ કરવાના છે.  

(નોંધઃ કૃષિ પ્રભાતની વેબસાઈટ કે એપ્લિકેશનમાં પ્રસિધ્ધ થયેલા લેખ કે સમાચારનો આંશિક કે પૂરેપૂરો ભાગ કૃષિ પ્રભાતની મંજૂરી વગર પ્રસીધ્ધ કરવો નહીં.)

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ