લસણઃ ઓલ્ડ ઇઝ ગોલ્ડ ક્યારે થશે ?

Updated - 2023-01-30 14:51:07

અત્યારે લસણ પીઠાઓમાં દરરોજની આવક સામે વેપાર થતાં, માલ પડતર રહી જાય છે. છેલ્લા પંદરેક દિવસથી એમપીના જુના લસણની આવકને બ્રેક લાગી છે. સામે ફ્લેક્સ કે પાવડર બનાવતી ફેક્ટરીઓવાળાની ખરીદી લાગું પડતા, ખાડે ગયેલી બજારમાં થોડો જીવ આવ્યો છે.
અમરેલી તાલુકાના માંગવાપાળ ગામના મનસુખભાઇ કાછડિયા (મો.99256 85618) અને લસણ વાવેતરનો ગઢ કહેવાતા પડધરી તાલુકાના ગામ અડબાલકા ઉપરાંત જામનગરના જોડિયા તાલુકાના લખતર ગામના કેટલાક ખેડૂતો સવાલ કરી રહ્યાં છે કે લસણના વાવેતરમાં 50 ટકાથી વધારે કાપ હોવાથી માર્કેટમાં ઓલ્ડ ઇઝ ગોલ્ડ થશે ખરૂ ? ટૂંકો ને ટચ જવાબ છે, ના ! જુના લસણના કિલોમીટર હવે પુરા થવામાં છે. લસણની અવધી પુરી થઇ જાય, એ પહેલા એની ફ્લેક્સ બની જાય એટલે ભયો ભયો !
લસણના જન્મોત્રી કાઢતા જામનગરના લાલપુર તાલુકાના મોળપર ગામના પરબતભાઇ કનારા (મો.81530 41687) અને રાજકોટના પડધરી તાલુકાના ગઢડા (નાગબાઇ) ગામના હરીભાઇ ટીંબડિયા (મો.74909 11404) જેવા લસણ વાવેતરના માસ્ટર ખેડૂત કહે છે કે જુના લસણ જો કોટાઇ ગયા હોય તો કડીનો રસ ચૂંસાઇને દડો બગડતા વજન ઘાટી શરૂ થાય છે. વધુ પડતી ઠંડીને કારણે લસણ કોટાઇ જવાનો પ્રશ્ન ન હોય ચો હજુ પાંચ-પંદર દિવસ ખેંચી કઢાય. લસણ ગાંઠિયાનો બાંધો મજબૂત હોય તો ઘટતી બજાર અટકી છે, ત્યારે સમય વરતી સાવધાન બની જઇ, ત્રણ વાર કરી નાખવામાં ખોટું નથી. ઊંટીના લસણની ખુલતી બજાર અને એમપીમાં નવા લસણની ઓછી આવકો સૂચવે છે કે લસણમાં સારી બજાર ખુલવાના એંધાણ વર્તાય છે. જુના લસણમાં ઓલ્ડ ઇઝ ગોલ્ડ થવાનો સમય પુરો થઇ ચૂક્યો છે.

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ