જીપીસીએલ કંપની સામે ખેડૂતોએ બાંહો ચડાવી...
Updated - 2023-01-25 02:43:46
રમેશ ભોરણિયા તા.૫, જીપીસીએલ (ગુજરાત પાવર કોર્પોરેશન લી.)કંપની દ્વારા ખેડૂતોની જમીન સંપાદન કર્યા બાદ વર્ષો સુધી કામગીરી કરાઈ નહી અને બાદમાં તેના પર કબ્જો કરતા ઘોઘા અને ભાવનગર તાલુકાનાં ૧૨ ગામનાં ખેડૂતો દ્વારા હોઇદડ ખાતે ઉપવાસ આંદોલન છેડવામાં આવ્યું છે.
સને ૨૦૧૩નાં નિયમ મુજબ જમીન સંપાદન કર્યા બાદ પાંચ કે તેથી વધુ વર્ષો સુધી સંપાદીત જમીન ઉપર કોઈ કામગીરી કરાઈ ન હોય તો તે જમીન ઉપર ખેડૂતનો કબ્જો રહે છે. જેના છઠ્ઠા દિવસે ઉપવાસ કરી રહેલા ખેડૂત સંઘર્ષ સમિતિનાં ખેડૂત અગ્રણી નારણભાઈ જાંબુચાની તબીયત લથડતા, ૧૦૮ બોલાવાઈ હતી અને સારવાર આપવામાં આવી હતી.
ખેડૂતો દ્વારા ચલાવાઈ રહેલા આંદોલનને કોંગ્રેસના પ્રવિણભાઈ રાઠોડ, ઝવેરભાઈ ભાલિયા, કરશનભાઈ વેગડ, કાંતિભાઈ ચૌહાણ, કાંતિભાઈ ગોહેલ, મુકેશભાઈ ગોહેલ, બળદેવ સોલંકી, લીલાબેન પડવા સહિતે છાવણીની મુલાકાત લીધી હતી અને ખેડૂત સંઘર્ષ સમિતિને સમર્થન જાહેર કર્યુ હતું.