Updated - 2023-01-28 17:46:02
રમેશ ભોરણિયાઃ રાજ્ય સરકારે ઓછા વરસાદના અસરગ્રસ્ત વિસ્તાર માટે જાહેરાત તો કરી દીધી છે કે ખેડૂતો, માલધારી અને ગૌશાળાઓની નિરણ ખરીદી માટે દરરોજના પશુ દીઠ રૂ.25 સહાય આપવામાં આવશે. રાજકોટ લીલા પીઠાના દલાલ કલ્પેશભાઇ ગમારા (મો.81288 88835) કહે છે કે હા, તબેલાવાળા અથવા ગૌશાળાવાળા સહાય માટેના કાગળો પુરા કરી શકશે.
બાકી સામાન્ય ખેડૂત કે સામાન્ય માલધારી સહાય માટેના કાગળો તૈયાર કરવાની જફા નહીં કરી શકે. હાલ પશુચારામાં કડબના ભાવ ઉંચા ચાલે છે, તેથી રૂ.25માં ફક્ત બે પુળા કડબ આવે. લીલું ખરીદવા જાય તો અડધો મણ જેટલી લીલી મકાઇ કે જુવાર ખરીદી શકાય.
તેઓ વર્તનાન બજાર અંગે વાત કરતા કહે છે કે હાલ ભાલ અને વીરમગામ તરફથી દરરોજના નાના-મોટા વહાન ગણીએ તો 60 થી 80 વહાનોની કડબમાં આવક છે. દરરોજની ખરીદી સામે અડધો માલ પડતર રહી જતો હોવા છતાં કડબમાં પ્રતિ 20 કિલોએ રૂ.200 થી રૂ.250 જેવા ભાવ છે. શેરડીના આગરા ક્યારેક દેખાય છે. જેના રૂ.45 થી રૂ.55ના ભાવ છે. લીલી મકાઇમાં રૂ.50 થી રૂ.60 અને લીલી જુવારમાં રૂ.50 થી રૂ.70ના ભાવ થાય છે. આ સમયે સૂકામાં માધવપુર ઘેડ અને કચ્છની આવકો ગેરહાજર છે.
(નોંધઃ કૃષિ પ્રભાતની વેબસાઈટ કે એપ્લિકેશનમાં પ્રસિધ્ધ થયેલા લેખ કે સમાચારનો આંશિક કે પૂરેપૂરો ભાગ કૃષિ પ્રભાતની મંજૂરી વગર પ્રસીધ્ધ કરવો નહીં.)