Updated - 2023-03-30 09:24:24
માર્કેટીંગ યાર્ડોની ચૂંટણીમાં આજે ઘાણવો નીકળ્યો છે, ધ્રોલ યાર્ડનો. બુધવારના રોજ યોજાયેલ ધ્રોલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ-ભાજપની સત્તા મેળવવા માટે લડાઇ થઇ હતી. જેમાં ૨૪ ઉમેદવારો લડાઇમાં ઉતર્યા હતા. જા કે આગલી ટ્રમમાં આ રીતે કોંગ્રેસ સામે કોંગ્રેસ પ્રેરિત જૂથો ચૂંટણીનો જંગ લડ્યા હતા.
ધ્રોલ યાર્ડની ચૂંટણીનું ગુરૂવારના રોજ પરિણામ જાહેર થયું હતું. વર્તમાન ચેરમેન રસીકભાઇ ભંડેરીની પેનલે રાઘવજીભાઇ પટેલ અને બી. એચ. ઘોડાસરા જેવા આગેવાનોની રાહબરી નીચે ચૂંટણી લડીને જીત હાંસલ કરી છે. જ્યારે સામેની ભાજપ પેનલના જ રાજભા જાડેજા (પૂર્વ ભાજપ પ્રમુખ), રઘુભાઇ મુંગરા (પૂર્વ યાર્ડ ડિરેક્ટર) અને મેઘજીભાઇ ચાવડા (પૂર્વ ધારાસભ્ય)ની પેનલ ચૂંટણી જંગમાં મેદાને ઉતરી હતી.
ખરીદ વેચાણ સંઘની બે બેઠકમાં રસીકભાઇ ભંડેરી (વર્તમાન ચેરમેન) અને હરેશભાઇ પીપળિયા બિન હરિફ જાહેર થયા છે. ખેડૂત વિભાગના ૧૬ ઉમેદવારોના જંગમાં દિલીપસિંહ જાડેજા, દેવકરણભાઇ ભાલોડિયા, ડાયાલાલ ગઢિયા, મહાવીરસિંહ જાડેજા, મગનભાઇ રત્નાણી, લખધીરસિંહ જાડેજા, ગણેશભાઇ રામાણી અને દિનેશભાઇ સોરઠિયા વિજયી જાહેર થયા છે. વેપારી વિભાગની ૪ બેઠકના જંગમાં કુંવરજાભાઇ અઘેરા, જયસુખભાઇ ધમસાણિયા, પરસોત્તમભાઇ પીપરિયા અને રમણીકભાઇ ભેંડેરીની જીત થઇ હતી. આગામી દશેક દિવસમાં યાર્ડ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે.