અમેરિકાથી રૂની આયાત એપ્રિલમાં ત્રણ ગણી વધી

Updated - 2023-01-30 09:03:09

દેશમાં અમેરિકાથી રૂની આયાતમાં ચાલુ મહિનામાં ત્રણ ગણો વધારો થયો છે. અમેરિકન કૃષિ વિભાગનં વિકલી નિકાસનાં આંકડાઓ પ્રમાણે ભારતે એપ્રિલ મહિનામાં રૂની કુલ ૨,૫૬,૧૦૦ ગાંસડી ( એક અમેરિકન ગાંસડી ૨૧૮ કિલોની) ની આયાત કરી છે, જેમાર્ચ મહિનામાં ૭૯૯૦૦ ગાંસડીની થઈ હતી. ભારતે ગત વર્ષે એપ્રિલ મહિનામાં એક પણ ગાંસડીની આયાત કરી નહોંતી.

ઘરઆંગણે રૂનાં ભાવ વધીને રૂ.૪૭,૫૦૦ની ઊંચી સપાટીએ પહોંચ્યાં છે, જે માર્ચ મહિનાની શરૂઆતમાં રૂ.૪૧,૫૦૦નાં ભાવ હતાં. આમ ભાવ ઊંચકાયા હોવાથી આયાત વેપારોમાં વધારો થયો છે. ભારતીય રૂનાં ભાવ હાલ ન્યૂયોર્ક કરતાં સરેરાશ ૩થી ૪ સેન્ટ ઊંચા બોલાય રહ્યાં છે. સાઉથની મિલોને હાલ અમેરિકાનું રૂ રૂ.૪૭,૫૦૦થી ૪૮૦૦૦ની વચ્ચે પડતર પડી રહ્યું છે. જેને પગલે તેને સ્થાનિક બજારમાંથી ખરીદી ઉપરનો લોજિસ્ટીક ખર્ચ બચી જાય છે.

 

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ