એરંડામાં જ્યોતિષ અને ટેકનિકલી ચાલુ સપ્તાહે કેવી ચાલ રહેશે?

Updated - 2023-01-24 14:03:13

એરંડાની ચાલુ સપ્તાહની ચાલ વિશે અમદાવાદનાં જાણીતા જ્યોતિષ અભ્યાસૂ ભૂપેન્દ્રભાઈ ધોળકિયા (મો.9879562926) ‘કૃષિ પ્રભાત’ને કહે છેકે સપ્તાહ (તા.૧૯ નવેમ્બરથી ૨૫ નવેમ્બરનું સપ્તાહ) ના આરંભે એરંડાબજારમાં સાંકડી વધઘટે અવરોધાતી તેજી સૂચવતા યોગ ગણાય.  સપ્તાહના આખરી દિવસોમાં બજાર એકંદરે જળવાઇ રહે.  બુધવારે ગુરુવારે વિશેષ કાળજી રાખવી. તા.૨૦ નવેમ્બરથી સૂર્ય અનુરાધા નક્ષત્રમાં આવે છે. જે નરમાઇ સૂચક ગણી શકાય. આની સાથે અન્ય ખગોલિય યોગોને ધ્યાનમાં લેવા જોઇએ.  દેશાવરના બજારો તથા હવામાનનો વિગતવાર અભ્યાસ કરવાની સલાહ છે. નાના વેપારી તથા ખેડૂત ભાઇઓએ કારતક સુદ ચૌદસ પૂનમના દિવસોમાં બજારનું વિશેષ અવલોકન કરવું. તા. ૨૧ અને ૨૨ નવેમ્બર વધુ સંવેદનશીલ ગણાય. પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર તથા રાજસ્થાનના ખેડૂત ભાઇઓએ વિશેષ ધ્યાન રાખવું. મેષ (અ.લ.ઇ.), સિંહ (મ.ટ.) તથા ધનુ (ભ.ધ.ઢ.ફ.) રાશિના ભાઇઓએ  આર્થિક બાબતે ખાસ કાળજી રાખવી. 

ટેકનિકલ ચાલ વિશે બિરેન વકીલ શું કહે છે?

અમદાવાદનાં જાણીતા કોમોડિટી એનાલિસ્ટ બિરેન વકીલ (મો.9825013843) ‘કૃષિ પ્રભાત’ને કહે છેકે ટેકનિકલી એરંડામાં ત્રીજો એકસટેન્ડે વેવમાં સબવેવ રૂ.૬૩૦૦ આસપાસ પુરો થયો ચોથો સબવેવ ચાલુ થયો એમાં બજાર રૂ.૫૪૪૦-૫૭૩૦ વચ્ચે કયાક સપોર્ટ લેશે. થોડો સમય બજાર રૂ.૫૪૦૦-૫૯૦૦ વચ્ચે અથડાય અને ફરી રૂ.૬૨૨૦ ઉપર વિકલી બંધ આવે તો આગળ પર રૂ.૬૬૦૦-૬૯૦૦ સુધીની સંભાવનાછે. હાજર મુજબ રૂ.૧૩૭૦ અને રૂ.૧૦૮૭ મહત્વનો સપોર્ટ છે. 

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ