Updated - 2023-06-02 14:17:25
રાજકોટના તરઘડિયા ખાતેના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો. જીવરાજભાઇ ચૌધરીએ કહ્યું હતું કે આજે શહેર તરફની દોડને કારણે ગામડું ભાંગી રહ્યું છે. ગામડાઓને ભાંગતા અટકાવવા માટે સરકારે આયા નામનો પ્રોગ્રામ ઘડ્યો છે. જેમા ગામડાઓમાં ખેતી સંલગ્ન રોજગારી ઉભી કરવાનો આયામ છે. કોઇ ગાયોનું પશુપાલન કરતું હોય અને ગામડે બેઠા દૂધના પુરતા ભાવ ન મળતા હોય, તો સરકારશ્રી દ્રારા અમે માવો બનાવવાનું મશીન આપીએ છીએ.
કોઇ મરચાં અને હળદરની ખેતી કરતું હોય તો એને વેલ્યુએડેડ બનાવવા માટે પ્રોશેસ યુનિટ ઉભુ કરવામાં સહાય આપીએ છીએ. મરચાં અને હળદર પાવડર તૈયાર થયા પછી ખેડૂત એની જાતે વેચાણ વ્યવસ્થા ગોઠવે તો બજાર કરતાં દોઢી-ડબલ આવક મેળવી શકે છે. સીડર નામના પ્રોજેક્ટમાં અમે ખેડૂતોને છેલ્લે રીલીઝ થયેલ બિયારણની નવી જાત બીજની વૃધ્ધિ માટે આપીએ છીએ. સમયે સમયે ખેડૂતોએ નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેવી ઘટે છે.