ઓર્ગેનીક સર્ટીફીકેશન શા માટે? આજે નહીં તો ક્યારે?

Updated - 2023-03-29 08:42:51

રમણ ઓઝા: ખેડૂત મિત્રો નવા વર્ષની તમને સૌને શુભકામનાં અને જે ખેડૂતો અત્યારથી સુધી માત્ર સજીવ ખેતીની વાતો જ કરે છે, તેમના માટે આ માહિતી ઉપયોગી છે અને નવા વર્ષમાં એવો શુભ સંકલ્પ કરો કે આ વર્ષે તો મારે સજીવ ખેતી અપનાવી છે એટલું જ નહીં, પરંતુ તેનું સર્ટિફિકેશન મળે એની પ્રક્રીયા કરીને બજારમાં વેચાણ માટે આવવું છે. આ સર્ટિફિકેશન શા માટે અનિવાર્ય છે, તેની જ માહિતી અત્રે આપી છે.

પદ્મશ્રી સુભાષ પાલેકરના જીરો બજેટ સિદ્ધાંત તેમજ અન્ય અલગ અલગ પધ્ધતીઓ આધારીત સજીવ ખેતી/જૈવીક ખેતી/ઓર્ગેનીક ખેતી એમ અનેક નામોથી જમીન માથી ઝેરમુક્ત ઉત્પાદન મેળવવા અંગે ખુબ ઉત્સાહથી ખેતી થઇ રહી છે અને તેમાં ખેડુતો (ખાસ કરીને યુવાનો)એ મોટા પાયે સફળતા મેળવી લીધી છે. (મો.9374548215)

ખેડુત મિત્રો આ તમે ગાય આધારિત ખેતી પધ્ધતિથી ઉત્પન્ન કરેલી ઝેર મુક્ત પેદાશોને ઓર્ગેનીક ના કહી શકાય? ઝીરો બજેટ ખેતી એ ઓર્ગેનીક ખેતી જ છે. શબ્દોની માયાજાળમાં ન પડીયે તો સારૂ છે. આ ઝીરો બજેટ ખેતી એ એક ઓર્ગેનીક ખેતી પધ્ધતી જ છે કે જેના ધારા ધોરણો NPOP (ISO 17065) ની સાથે સામ્યતા ધરાવે છે. આપણી પેદાશો ઝેર મુક્ત તો છે જ તો આ પેદાશોને શા માટે ઓર્ગેનીક ના કહેવી? આ પેદાશોને કાયદાકીય રીતે જો ઓર્ગેનીક તરીકે ગણાવવામાં આવે તો આ પેદાશોનું માર્કેટ (બજાર) મળવું ખુબ સહેલુ બની જાય છે. પેદાશો મુલ્ય વર્ધિત બની જાય છે. ખુલ્લા બજારમાં ખુબ સહેલાઇથી સારા ભાવોથી વેચાઇ શકે છે. પણ આના માટે તમારે ભારત સરકારે નક્કી કરેલ કાયદાની સાથે રહી ઓર્ગેનીક સર્ટીફીકેશન કરાવવાનું થાય છે જે સર્ટીફીકેટ તમારી પેદાશો ઓર્ગેનીક છે તે અંગેની લેખીતમાં ખાતરી આપે છે. ગાય આધારીત ખેત પેદાશ તરીકે તમે એકદમ સ્થાનિક લેવલે બજારમાં વેચાણ કરી શકશો. જાણીતા લોકો જ તમારા ખરીદદાર હશે. પરંતુ જો આજ પેદાશોનું પ્રમાણપત્ર મેળવવામાં આવે તો તમારી આ મુલ્ય વર્ધીત સર્ટીફાઇડ પેદાશો નિકાશકર્તા પણ ખરીદ કરશે, પ્રોસેસીંગ કરી નવું ઉત્પાદન બનાવવાવાળા પણ તમારી પેદાશ ખરીદ કરશે. દાત. મગફળીના દાણામાંથી બટર બનાવવાવાળા તમારી સર્ટીફાઇડ મગફળી/દાણાની ખરીદી કરશે. કારણ એમને બટર સર્ટીફાઇડ તરીકે વિદેશમાં નિકાસ કરવાનું હોય છે. ટુંકમાં જણાવું તો સર્ટીફીકેશન એ તમારી પેદાશ ઓર્ગેનીક છે તે દર્શાવતો લેખીત દસ્તાવેજ છે જેનાથી તમારી પેદાશ વેચાવાની શક્યતા અનેક ઘણી વધી જાય છે. 

અત્રે આપને જણાવી દઉં કે ખેત પેદાશોને ઓર્ગેનીક તરીકે વેચવી હશે તો ભારત સરકારના ફુડ સીક્યુરીટીના કાયદા (FSSAI) મુજબ ઓર્ગેનીક સર્ટીફીકેશન ફરજીયાત છે. આવતા વર્ષોમાં તમો સર્ટીફીકેટ મેળવવાના છોજ તો આવતા સમયની શા માટે રાહ જોવી? જ્યારે પણ સર્ટીફીકેશન માટે અરજી કરશો તો જમીનને ત્રણ વર્ષ માટે કન્વર્ઝનમાં મુકવીજ પડશે. ત્રણ વર્ષ પછીજ ઓર્ગેનીક સ્ટેટસ અંગેનું સર્ટીફીકેટ મળશે તો અત્યારથી જ શા માટે રજીસ્ટ્રેશન ના કરાવવું. બે વર્ષ પછી બજારમાં તમારી પેદાશ લેવા કોઇ આવશે અને સર્ટીફીકેટ માંગશે ત્યારે ?

એમ થશે કે બે વર્ષ પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યુ હોત તો સારુ હતુ. (આવા ઘણા કિસ્સા મારી પાસે છે) 

ખેડુત મિત્રો અત્યારે ઝીરો બજેટ ગાય આધારીત ખેતી કરતા અનેક ખેડુતો ઓર્ગેનીક સર્ટીફીકેશનની પ્રક્રિયામાં જોડાયેલાજ છે તો આપણે શા માટે નહીં?

તો ચાલો ખેડુત મિત્રો આપણે જીરો બજેટ/સજીવ/ઓર્ગેનીક ખેતીનું સર્ટીફીકેશન કરાવીએ.

સર્ટીફીકેશન માટે શું કરવું ? 

ભારત સરકારના એપીડા વિભાગ મારફતે ઓર્ગેનીક સર્ટીફીકેશન માટે માન્ય કરેલ કુલ ૨૯ સંસ્થાઓમાંથી પોતાને અનુકુળ કોઇપણ એક સંસ્થા (સર્ટીફીકેશન બોડી) પસંદ કરી તેમાં રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ભારત સરકારના ઓર્ગેનીક સર્ટીફીકેશન અંગેના ધારા ધોરણોનું પાલન કરવાનું હોય છે જે ઝીરો બજેટ ખેતીને મળતા આવે છે. હા વધારામાં તમારે ખેતી માટે કરેલ દરેક પ્રવૃત્તિ-કાર્યોની નોંધ (ફાર્મ ડાયરી) રાખવાની હોય છે. 

ઓર્ગેનીક ખેતી (સર્ટીફીકેશન સાથે) કરતા ખેડુતોને રાજ્ય સરકાર તરફથી સબસીડીનો લાભ પણ મળે છે.  વધુ જાણકારી માટે: સંપર્ક: મો. ૯૭૧૪૬૩૩૬૬૦, ૯૪૨૬૮૩૩૬૬૦, ૭૯૮૪૩૭૩૬૫૫

Detail Pate Bottom 800 x 300
Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ