આજના સમયે બીજ ઉત્પાદનની ખેતી સૌથી નફાકારક...
Updated - 2023-03-29 20:16:55
રાજકોટ તા.૨૭ઃ રાજકોટથી નજદીક જામનગર રોડ પર આવેલ ખંઢેરી સ્ટેડિયમની સામે શ્રીજી ગૌશાળા ખાતે તાજેતરમાં એનએચઆરડીએફ રાજકોટ કચેરી દ્રારા યોજાયેલા પરિસંવાદના મુખ્ય અતિથિ તરીકે પધારેલ રાજકોટ સ્થિત સંયુક્ત બાગાયત નિયામક સી. એમ. પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હવેના સમયમાં જમીનનો થોડો હિસ્સો બાગાયતને આપવાથી આવકને થોડી નિશ્ચિત કરી શકાય છે. કંઇ નહીં તો ખેતરના સેઢાપાળા ઉપર ફળાઉ વૃક્ષો વાવો. બાગાયત ખેતીમાં સરકાર વાવેતર થી વેચાણ સુધીના નેટવર્કમાં મદદ કરી રહી છે. ચોમાસું ડુંગળીના કાયમ ટકેલા ભાવ હોવાથી ખેડૂતોએ એ દિશામાં વિચારવું જોઇએ.
કોઇપણ ખેતી પાકોનું બીજ ખુલ્લી બજાર કરતા સવાયું-દોઢું મોંઘું હોય છે, તેથી ખેડૂતોએ પોતાની જમીનને અનુકૂળ બીજ પાકોના વાવેતરમાં નજર દોડવવી જોઇએ. યાર્ડમાં ખેડૂત વેચવા જાય, ત્યારે ખરીદનાર કરતા વેચનારની સંખ્યા વધું છે. આમાં ખેડૂત ક્યારેય ફાવવાનો નથી. ખેડૂતે કૃષિ જણસી પેદા કર્યા પછી સીધ્ધા જ ગ્રાહક સુધી પહોંચવાના આયામો વિચારવા પડશે. જે તે જણસીનું મુલ્યવર્ધન કરી, ગ્રુપમાં અથવા થોડા સભ્યોની કંપની બનાવી, જાતે માર્કેટીંગની ચેનલ ઉભી કરવી જોઇએ.