Updated - 2023-03-29 20:17:14
હર્ષદ દવેઃ ડુંગળીની વ્યવસાયિક ખેતી ડુંગળીના કંદનું વધુ ઉત્પાદન લેવા માટે થાય છે જ્યારે ડુંગળીના બિયારણ બનાવવાની ખેતી થોડી અલગ રીતે થાય છે. બંનેમાં વૈજ્ઞાનિક પધ્ધતિએ એક સરખી રીતે જ ડુંગળીની ખેતી કરવામાં આવે છે. પરંતુ ડુંગળીના વાવેતર માટે જ બિયારણ ઉપયોગમાં લેવાય છે તે બિયરણનું ઉત્પાદન કરવા માટેનો સમયગાળો લંબાય છે. અને બીજ ઉત્પાદન વખતે જે કાળજી લેવી પડે તે પણ કુશળતા માંગી લે છે. બિયારણ-ધરૂ તૈયાર કર્યા બાદ વાવેતર કરવામાં આવે છે અને જે કંદ તૈયાર થાય ત્યાં સુધી બંને ખેતીમાં તમાનતા છે. પરંતુ બીજ ઉત્પાદન માટે ઉત્પન્ન થયેલા કંદને ફરીથી વાવવામાં આવે છે અને તે કામગીરી અલગ પડે છે. આથી ડુંગળીનું બીજ ઉત્પાદન એક વર્ષીય અને દ્વિવર્ષીય એમ બે પધ્ધતિ દ્વારા કરવામાં આવે છે.
ચોમાસુ ઋતુમં ડુંગળીનું બિયારણ બનાવવા માટે જુન જુલાઈ માસમાં ધરૂ ઉછેર કરવો પડ છે અને શિયાળુ ડુંગળી બીજઉત્પાદન કરવાનું હોય તો ઓકટોબર-નવેમ્બર માસમાં ધરૂ ઉછેર કરવાનો રહે છે. આ ધરૂની ફેરરોપણી ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં કરવામાં આવે છે.
ડુગળીનો રોપ તૈયાર કરવા માટે ઉંચાણવાળી જગ્યાએ સમતળ ક્યારીમાં બીજનું વાવેતર કરી શકાય છે. આ કયારીની પહોળાઈ અર્ધોમીટરથી વધુ અને લંબાઈ અનુકૂળતા મૂજબ રાખી શકાય છે. કયારીની લંબાઈ 3 મીટર યોગ્ય ગણાય છે. એક હેકટર એટલે કે અઢી એકરના વાવેતર માટે 8 થી 10 કિલો બિયારણની જરૂર પડે છે. એક હેકટર રોપણી 80 થી 100 કયારીમાં ધરૂ ઉછેર કરીને રોપ તૈયાર કરી શકાય છે. બીજને અને કયારીની માટીને ફુગનાશક દવાનો પટ આપવો જરૂરી છે. ક્યારીમાં 4 થી 5 સે.મી.ના. અંતરે લાઈનમાં બીજ વાવીને ઉપર છાણિયું ખાતર કે માટી ઢાંકી દેવી જોઈએ. અને હળવા ફુવારાથી પિયત આપવું. કયારીઓને સુકા ઘાસ કે પરાળથી ઢાંકી દેવી જોઈએ. પિયત આપતી વખતે ઘાસ દૂર કરવું અને કયારીઓને ફરીથી ઢાંકી દેવી. બિયારણ ઉગ્યા બાદ ઘાસ દૂર કરવું. સાતથી આઠ અઠવાડીયામાં રોપ તૈયાર થઈજાય છે.
ડુંગળીનું પ્રમાણિત બીજ ઉત્પાદન માટે કેન્દ્ર સરકાર માન્ય જાતોમાથી કાઈ એક જાત પસંદ કરીને તેનું બિયારણ બનાવી શકાય છે. આ માટે અત્યારે AFDR,AFLR,N-53 પુસા રેડ જેવી જાતો માન્ય છે. આપાણા રાજ્યમાં ડુંગળીના બીજ ઉત્પાદન માટે કેન્દ્ર સરકાર માન્ય રાષ્ટ્રીય બાગબાની અનુસંધાન અને વિકાસ પ્રતિષ્ઠાન (નેશનલ હોર્ટીકલ્ચચ રીસર્ચ એન્ડ ડેવલમેન્ટ ફાઉન્ડશન (02820-291505) રાજકોટ નજીક કાર્યરત છે. તે સંસ્થામાંથી ડુંગળીનું પાયાનું બીજ એટલેકે ફાઉન્ડશન બીજ મળી રહે છે. તે ઉપરાંત ઉત્પન્ન થયેલી બીજ આ સંસ્થા દ્વારા ખરીદી લેવામાં આવે . અન્ય ખાનગી સંસ્થાઓ, બીજ ઉત્પાદક સંસ્થાઓ મારફત પણ ડુંગળીનું બીજ ઉત્પાદન કરી શકાય છે.
ડુંગળીના બીજનું પ્રમાણિકરણ આપણાં રાજ્યમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી દ્વારા કરવામાં આવે છે. આથી બીજપ્રમાણન એજેન્સીની વડી કચેરી અમદાવાદ (079-26734116) અથવા રાજકોટ પેટા કચેરી (0281-2447177)નો સંપર્ક કરીને ડુંગળી બીજ પ્લોટની નોંધણી માટે કાર્યવાહી કરી શકાય છે. આ માટે બીજ ઉત્પાદકનું નામ, ગામ, વિસ્તાર, જાત, વગેરેની જરૂરી વિગતોની યાદી અને જરૂરી ફી ચૂકાવવાની રહે છે. સૌરાષ્ટ્રમાં, રાજકોટ, અમરેલી, જુનાગઢ. સૂરેન્દ્દનગર કચેરીએ સંપર્ક કરવાથી જરૂરી માર્ગદર્શન મળી રહે છે. આપના ગ્રામસેવક, બાગાયત વિભાગ કે જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએથી પણ માહીતી મળી રહે છે.
ડુંગળીના છોડમાં જે પુષ્પગુચ્છ તૈયાર થાય છે તેમાં પરપરાગનયથી ફૂલીનીકરણ થાય છે અને બીજ બંધાય છે. મોટેભાગે માધમાખી દ્વારા આ પ્રકિયા થાય છે. તેથી ડુંગળીની જે જાતનો બીજ પ્લોટ કર્યો હોય તો તેની આસપાસ 500 મીટર અંતરે સુધીમાં અન્ય ડુગળીના બીજ પ્લોટ ન કરવા જોઈએ. આ એકલન અંતર (આઈસોલેશન અંતર) જાળવાથી બિયારણની આનુવુંશિક શુધ્ધતા જળવાઈ રહે છે. એટલે કે જે તે જાતનું શુધ્ધ બિયારણ તૈયાર થાય છે.
પરપરાગનયનમાં મધમાખી મહત્વનો ભાગ ભજવતી હોવાથી બીજ પ્લોટ વધુને વધુ મધમાખી આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ. ડુંગળીના છોડમાં ફૂલ આપવાના સમયે મધમાખીને નુકસાન કરે એવી કોઈપણ જંતુનાશક દવાના છાંટકાવ કરવા જોઈએ નહીં. બીજપ્લોટની આસપાસ વરિયાલી કે અન્ય ફૂલ છોડનું વાવેતર કરવાથી મધમાખી વધું આવે છે. તેજ પવનને કારણે મધમાખી ફૂલો પર બેસતી નથી. તેથી ખેત ફરતે પવન અવરોધક વૃક્ષોની જીવંત વાડ ઉભી કરીયે તો ફોયદો થાય છે.
ડુંગળીના બીજપ્લોટ માંથી ફૂલ આવતા પહેલા અન્ય જાતના છોડ, રોગિષ્ટ છોડ, ડુંગળીના છોડ સિવાયના અન્ય પાકના છોડ અને નિંદામણના છોડ દૂર કરવા જોઈએ. પ્રમાણિત બિયારણ તૈયાર કરતા હોઈએ તો બીજ પ્રમાણ એજેન્સીના અધિકારીઓને નિરીક્ષણ કરવામાં મુશકેલી રહેતી નથી. અધિકારીઓને સુચના અને માર્ગદર્શનનું પલાન કરવાથી બીજની શુધ્ધતા જાળવી શકાય છે અને પ્રમાણીકરણની કામગીરીમાં કોઈ વિક્ષેપ પડતો નથી.
ડુંગળીના છોડપર પુષ્પગુચ્છ થયા બાદ 6 અઠવાડીયામાં બીજ પાકી જાય છે. ગુચ્છાનો રંગ માટી જેવો તેમ જ ગુચ્છમાં 20 ટકા કાળા બીજ દેખાવા લાગે છે. ત્યારે તે લોથા કાપણી કરાવા લાયક છે તે સમજવું. ફુલના ગુચ્છાને કાપડમાં અથવા હવાઉજાસવાળા છાયાવાળા પાકા ખળામં પાથરીને સુકાવવા જોઈએ તેમજ ઉપરન નીચે કરતાં રહેવું. સુકાઈ ગયેલા લોથાને હાથથી મસળીને કચરો અલગ કરવો.
બીજને સાફસુફ કરવું અને એક સરખા બિયરણનો જથ્થો તૈયાક કરવા માટે ગ્રેડીંગ મશીનનો પણ ઉપયોગ કરી શકાય છે. બિયારણે 6 ટકા સુધી ભેજ રહે ત્યાં સુધી સુકવવા જોઈએ. આ બીજ જથ્થાને જુંતુમુક્ત સ્વચ્છ શણના કોથળામાં ભરી સંગ્રહ કરવામાં આવે છે. તેમાંથી સમગ્ર જથ્થાનું પ્રતિનિધિત્વ ધરાવતો બીજ નમુનો લઈને બીજચકાસણી પ્રયોગશળામાં મોકલવામાં આવે છે. ત્યાં બિયારણને ઉગોવો અને ભૌવતિકશુધ્ધતાની ચકાસણી કરવામાં આવે છે. જે બિયારણ ધોરણ અનુસાર હોય તો સફળ પરિણામ પછી બિયારણને પ્રમાણિત કરાવી શકાય છે. જો ખેડૂત વ્યક્તિગત રીતે બીજઉત્પાદક કરે તો બીજ જથ્થો અન્ય ખેડૂતોને પણ વાવેતર માટે આપી શકે છે. ડુંગળીનું બિયારણ સારી માવજાત અને કાળજી પૂર્વક તૈયારી કરવામાં આવે તો પ્રતિ એકરે 400 કિલો જેટલું ઉત્પાદન આપે છે.