Updated - 2023-03-29 08:42:23
પાક ઉત્પાદનનાં બધા ખર્ચમાં ખાતર મોંઘુ છે. ખાતરનાં ભાવ કુદકે અને ભૂસકે વિશ્વકક્ષા એ તેમજ આપના બજારમાં વધતા જાય છે. આ પ્રકારનો ભાવ વધારો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. ખાતરના ભાવમાં જમીન વૈજ્ઞાનિકોનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી. પરંતુ આ અંગે સૂચનો તેમજ આધુનિક કળા કૌશલ્યથી આવી કપરી પરીસ્થિતિમાંખાતરની કાર્યક્ષમતા વધારી ખાતરના કુલ જથ્થા\પ્રમાણમાં નોધપાત્ર ઘટાડો કરી શકાય છે. ખેડૂતો ખેતીના કુલ ખર્ચનાં ૬ ટકાથી ૧૬ ટકા ખર્ચ તો ખાતર પાછળ જ ખર્ચે છે. આવા મોંઘા ખાતરો જમીનમાં નાખ્યા બાદ પાક તેમાંથી ફક્ત ૩૪ થી ૫૮ ટકા નાઈટ્રોજન અને ૧૭ થી ૨૦ ટકા ફોસ્ફરસનો ઉપયોગ કરી શકે છે. બાકીના તત્વો હવામાં ઉડી જાય, ધોવાઈ જાય નીતરીને જમીનમાં નીચેના થરોમાં ઉતરી જાય, નિંદણ ધ્વારા વપરાય અને બાકીનાનું જમીનમાં સ્થિરીકરણ થઈ જાય છે. આ ઉપરાંત ભાસ્મિક જમીનોમાં ઓછા સેન્દ્રીય પદાર્થ અને ઉચા અમ્લતા આંકને કારણે તેની ફળદ્રુપતા ઓછી હોય છે. પાકોમાં ખાતરોનું નિયમન એ વિવિધ પરિબળો પર આધાર રાખે છે જે આપણે વિસ્તાર પુર્વક આગળ જોઈશું.
ખાતર આપવાની અવસ્થાઓ
૧. છોડ ઉગવાની શરૂઆત કે ઉગ્યા બાદ
૨. પીળા ફૂટતી વખતે
૩. ફૂલ આવવાના સમયે
૪. દાણા કે ફળ આપવાના સમયે નાઈટ્રોજનયુક્ત ખાતરો બે કે વધુ હપ્તામાં આપવાથી ફાયદો વધુ થાય છે. ૩ કે પ મહિનાના પાકમાં ૩ થી ૪ હપ્તે ખાતર નાખવું. જમીન હલકી, રેતાળ કે ગોરાડું હોય તો વધારે હપ્તા કરવા. હપ્તા વધારે કરવા થી ચારો/ પરાળનો ઉતારો વધે તો દાણાનો ઉતાર ઘટીના જાય તે ધ્યાનમાં લેવું જોઈએ. સુકી ખેતીમાં ૫૦ થી ૭૦ ટકા નાઈટ્રોજન વાવણી વખતે અને બાકીના ટકા વધુ મા વધુ વૃધ્ધિના તબક્કે ભેજના સંપર્કમાં આવે તે રીતે મૂળ વિસ્તારમાં ચાસની બાજુમાં આપવા. ટુકા ગાળાના પાકોને શરૂઆતમાં ફોસ્ફરસ અને પોટાશની જરૂર હોવાથી આ બે પોષક તત્વોવાળા ખાતર વાવણી વખતે ચાસમાં એક હપ્તે આપી દેવા જોઈએ. લાંબા ગાળાનાંપાકો માટે જેવા કે કેળ, શેરડી અને કંદમૂળ તથા ફળઝાડ ને ફોસ્ફરસ અને પોટાશ યુક્ત ખાતરો બે કે તેથી વધારે હપ્તામાં આપવા જોઈએ
આર. કે. પટેલ, વારીસ અલી કડિવાલાઅને એન. બી. ગોહીલ ,કૃષિ સંશોધન કેન્દ્ર, આકૃયુ, અરણેજ