Updated - 2021-01-24 10:44:09
ભૂપેન્દ્ર ધોળકિયાઃ સોમવાર. તા. ૩૦ – ૦૭ - ૨૦૧૮ અષાઢ વદ બીજ. બાગાયત તથા ખેતીવાડીને લગતા કામકાજ માટે શુભ. પશુપાલન આયોજન તથા ગંજ બજારનો અભ્યાસ કરી આર્થિક આયોજન માટે અનુકૂળ. કૃષિ સાહિત્યનું વાંચન, હવામાનના અભ્યાસ, જળ સંચય તથા હિસાબી કામકાજ માટે અનુકૂળ.
મંગળવાર. તા. ૩૧ – ૦૭ - ૨૦૧૮ અષાઢ વદ ત્રીજ. ઔષધી પાકનું આયોજન, ગંજ બજારનો અભ્યાસ કરી નવીન આયોજન માટે અનુકૂળ. રોજીંદા પરચુરણ કામકાજ તથા યંત્ર ઓજારની મરામત માટે અનુકૂળ. હવામાન અભ્યાસ, વનસ્પતિ અવલોકન, પશુઓની માવજતની સલાહ છે. .
બુધવાર. તા. ૦૧ – ૦૮ - ૨૦૧૮ અષાઢ વદ ચોથ. આજે લોન-કરજ-દેવુ કરવાની સલાહ નથી. બાગાયતની માવજત, ખેતીવાડીને લગતા કામકાજ તથા ગંજ બજાર અંગેના આયોજન માટે શુભ. હવામાનનો અભ્યાસ, વનસ્પતિ અવલોકન તથા જળ સંગ્રહની કામગીરી માટે અનુકૂળ.
ગુરૂવાર. તા. ૦૨ – ૦૮ - ૨૦૧૮ અષાઢ વદ પાંચમ. ક. ૧૩-૧૩ સુધી પશુઓની લેવડદેવડ માટે શુભ. વ્યવસાયલક્ષી પ્રવાસ તથા કૃષિ સાહિત્યના અભ્યાસ માટે અનુકૂળ. ગંજ બજારનો અભ્યાસ કરી આર્થિક આયોજન ગોઠવી શકાય. પશુપાલનના વિકાસ તથા બાગાયત કામ માટે શુભ.
શુક્રવાર. તા. ૦૩ – ૦૮ - ૨૦૧૮ અષાઢ વદ છઠ્ઠ. સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ. વાહન ઘોડો. હવામાન તેમજ ગંજ બજારનો અભ્યાસ કરી માલ ખરીદી, પશુઓની લેવડદેવડ તથા આર્થિક આયોજન માટે શુભ. બાગાયત કામગીરી, ઔષધી ઉછેર, જમીન સંરક્ષણ તથા જળ સંગ્રહની સલાહ છે.
શનિવાર. તા. ૦૪ – ૦૮ - ૨૦૧૮ અષાઢ વદ સાતમ. યંત્ર ઓજારની માવજત, ખરીદી તથા મરામત માટે શુભ. હવામાન તથા કૃષિ સાહિત્યનો અભ્યાસ કરવો. લીમડા તથા આકડાનો ઉપયોગ બાગાયત સંરક્ષણમાં કરવો જોઇએ. ગંજ બજારના કાર્યો તથા આર્થિક આયોજન માટે અનુકૂળ.
રવિવાર. તા. ૦૫ – ૦૮ - ૨૦૧૮ અષાઢ વદ આઠમ. બાગાયતની માવજત, ઔષધી પાકના આયોજન તથા હવામાનના અભ્યાસ માટે અનુકૂળ. ગંજબજારનો અભ્યાસ કરી માલ વેચાણ માટે અનુકૂળ. સૂર્યની ભક્તિ તથા સૌર ઊર્જાનો લાભ મેળવવા યોગ્ય આયોજન ગોઠવી શકાય.
( ગુજરાત ઋતુવિજ્ઞાન મંડળ – અમદાવાદ)