ગો વંશ અને માનવી અને આદી કાળનું સહજીવન

Updated - 2023-03-29 08:49:15

ઓછા વરસાદે, વરસ થોડું આછું-પાતળું થાય એટલે ગાયોનાં ટોળેટોળાં નધણિયાતા-રેઢિયાર થઇ રખડતા ભળાવા માંડે ! 

એલા ભાઇ ! ભેંશું, બકરાં, ઘોડાં, ગધેડાં, સાંઢિયાં કે હાથી પણ પાલતુ પ્રાણીઓ છેને ? તેમાંથી કેમ કોઇને મોળું વરસ નડતું નથી ? ક્યારેય કેમ રેઢિયાર થઇ રખડતા ભળાતા નથી ? માત્ર ગોવંશને ખીલેથી છોડી મૂકી,રખડતા કરી દેવા પાછળનું કારણ શું ? મને લાગે છે કે એનું મુખ્ય કારણ ગોવંશની બહુવિધ ઉપયોગિતા નહીં સમજાયાનું હોવું જોઇએ.

એને માપવાની આપણી અણઘડ ફૂટ પટપટ્ટી = ગોપાલનના ધંધામાં અને એના વિષેના વિજ્ઞાનમાં ઊંડા ઉતરેલા જાણકારોનું ભાર દઇને કહેવાનું છે કે જો સાચા અર્થમાં ગોસેવા થતી હોય તો ગાયને આપેલું માતાતરીકેનું સ્થાન સાર્થક થાય છે. પણ હકિકત જુદી છે. કારણ કે ગાય અને ગાય વર્ગના પ્રાણીઓની ઉપયોગિતા માપવાની આપણી ફૂટપટ્ટી સાવ અણઘડ અને અપૂરતા સ્કેલમાપની વપરાઇ છે. એટલે ગોવંશની અનિવાર્યતાનું સાચું માપ આપણે જાણી શકતા નથી.

વિસંવાદિતા તો જૂઓ ! = કાળ-દુકાળે ગાય કાઢી મૂકવા માટે નજરમાં આવે અને પાછા કહેતા થાકીએ કે ગાયતો માતા ગણાય ! ખુદ કૃષ્ણ ભગવાને ગાયો ચરાવેલી અને છાણ-વાસિદા પણ જાતે કરેલાં ! તેને તો કપાળે ચાંદલો કરી પૂજાય અને પુંછડે પાણી રેડી વૈતરણી પાર કરાય !વગેરે વગેરે. એટલે બોલવું એક અને વરતવું બીજું ? આપણા ચિંતકો-તજજ્ઞો તો એમજ કહે છે કે ચાંદલોકરવો હોય તો કરજો, કરો તો કાઇ વાંધો નહીં, પણ માતાનું સ્થાનઆપ્યા પછી એની ઉપેક્ષા તો બંધ કરો ! ગાય તો એવું પ્રાણી છે કે જો લેતા આવડે તો આપણે લેતા થાકી જઇએ પણ આપવામાં ક્યારેય થાક અનુભવતું નથી. તેના ઉપકારનો કોઇ છેડો નથી. જીવનના અનેક ક્ષેત્રોમાં તેનો સહારો લેતા આવડે તો બીજાનું તો ઠીક, પણ ખેડૂત અને માલધારીના જીવનમાં ગોવંશ સમગ્રરૂપે ગુંથાઇ જાય છે અને તેમના કુટુંબનાં અનિવાર્ય સભ્યો બની જાય છે.ખરું કહીએ તો આંગણે કે વાડીએ ગાય હોય એને આંગણું કે વાડી કહેવા કેમ?”

દેશો માટે ગાયએક યંત્ર સમાન = પશ્ચિમના દેશોમા તો ગાયને માત્ર દૂધ આપનાર યંત્ર સમજાયું છે. જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી એને પાલવવાની. અરે ! વધુ દૂધ મેળવવા તેને જાતજાતના ને ભાતભાતના હોર્મોંસ પણ આપવાના. શરીરને નિચોવાય એટલું નિચોવી લેવાનું. અને ઓછું દૂધ કરતી થઇ જાય એટલે મારીને ખાઇ જવાની ! યુરોપીયનો માટે દૂધઅને છેવટે માંસબન્ને માનવ ખોરાકના હેતુ, અને એને માટેજ ગોપાલન કરવામાં આવે છે.

હિંદુસ્તાની માટે ગાયએક કામધેનું - [વિવિધલક્ષી પ્રાણી] =  જ્યારે હિંદુસ્તાને ગાયને માતાનું સ્થાન આપેલું છે, સાવ ગણતરી વિના નહીં, પણ અગણિત લાભો આપવાની શક્તિ તેનામાં છે તે જોઇને આપ્યું છે મિત્રો ! હા, એટલું ખરું કે માટે આપણામાં વૈજ્ઞાનિકતા અને તેની પાસેથી કામ લેવાની કળા જોઇએ ! જો સમજાય તો મોળા વરસે પણ તેને પાલવવાનો  ખર્ચ માથે નહીં પડે વાત મારે ભાર દઇને કહેવી છે ભાઇઓ !

ગાંધીનગરનીબાજુમાં પ્રતાપપૂરાગામે માલતીબેન ચૌધરીની મેં વરસો પહેલાં મુલાકાત લીધેલી.તેમની માત્ર 4 એકરની વાડીમાં 14 ગાયો અને 4 ભેંશો રાખી,ડેરીમાં દૂધ આપીને અઠવાડિયે દસ હજારની રકમ મેળવતા હતા.બાર મહિને 5 લાખનું દૂધ થતું હતું. આખું કુટુંબ ખૂબ મજેથી રહે અને ઘરની ફિયાટ ગાડીમાં ફરે ! માત્ર ગોપાલનના મોટા નહીં, નાનકડાધંધામાં કેવું અમીરી જીવન જીવી શકાય છે કહો ! આજે તો એમના ધંધાનો વિકાસ ઘણો વધી ગયો છે તેવું સાંભળ્યું છે. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરાની ગૌશાળા એક શૈક્ષણિક હેતૂસરની ગૌશાળા હોવાછતાં આવક આપનારી સફળ ગૌશાળા સાબિત થઇ છે. આવી તો ગોંડલ,સાળંગપૂર અને અન્ય કેટલીય ગૌશાળાઓ સફળ રીતે ચાલી તહી છે.

બીજા દેશની વાત બાજુએ રાખી, આપણે આપણા દેશમાં ગાય આપણને કેવીરીતે ઉપયોગી છે તે જાણીએ તો.......

[1] ગાય બૈલશક્તિની જનેતા છે. = દિવસે દિવસે વસ્તી એટલેકે ખાનારા વધતા જાય છે અને જમીન વધી શકતી નથી. પડતર જમીનો પણ હવે ખેડવાણ હેઠળ આવી ગઇ છે.પેઢી દર પેઢી વારસાગત ભાગલા પડીને જમીનોના એકમો ખૂબ નાના થતાં જાય છે. મોટા યંત્રો કે ટ્રેકટરો પોસાવાની વાતતો બાજુપર રહી, પણ ખૂબ નાના થતાંજતાં એકમોમાં હવે બે બળદની જોડી પણ રાખવી પોસાતી નથી. તેથી તો એક બળદના સાંતીની માગ ઊભી થઇ છે. બીજી બાજુ ટ્રેક્ટરના ઇંધણ એટલા મોંઘા થતાં જાય છે કે એના વપરાશવાળી ખેતી વધુ ખર્ચાળ બની રહી છે.એટલે બળદ વિના ખેતી ચલાવવી સંભવ નથી. અને ગોપાલન વિના બળદ મળે ખરો ?

[2] ગાય સમતોલ તત્વો સભર દૂધ આપે છે=આપણા દેશની મોટી વસ્તી શાકાહારી છે.કઠોળ જેવામાંથી પ્રોટીન મળે ખરું, પણ શાકાહારીઓ માટે પ્રાણીજન્ય પ્રોટીનમેળવવા માટે દૂધ એકમાત્ર વિકલ્પ છે.બીજા પ્રાણીઓના દૂધની સરખામણીએ ગાયના દૂધમાં માપસરના ફેટ,કેરોટીનથી સભર અનેક જાતના ક્ષારો અને એંઝાઇમ્સ મળે છે. એટલે ગાયના દૂધનેમૃત્યુલોકનું અમૃતકહેવાયું છે.બીજા કોઇ દૂધ ગાયના દૂધની તોલે આવે એમ નથી. કેવળ ચરબી વધુ હોવાની ગણતરીએ ભેંસનાદૂધની કિંમત વધુ અંકાય છે તે સમજણભર્યું નથી.

[3] પશુઓ સેંદ્રીય ખાતરના જીવતા કારખાના છે= કુદકેને ભુસકેઆગળ વધતું કૃષિંનું વિજ્ઞાન હજુસુધી પાકની કોઇ એવી જાત નથી શોધી શક્યું કે જેમાં આપણને જોયતી મુખ્ય પેદાશ એકલી પાકતી હોય અને સાથમાં વનસ્પતિના દેહના અંગ-ઉપાંગો આવતા હોય ! બાજરો વાવીએ,તેને ખાતર-પાણી-સંરક્ષણની બધી સેવાઓ કરીએ અને બાજરાના એકલા દાણાજ તૈયાર થાય,અને તેની કડબ સાથે તૈયાર થાય એવું બને છે ક્યારેય ? મગફળી વાવીએ તો એના દાણા એકલા મળે છે ક્યારેય ? એના પાંદડાં,ડાંખળાં,થડિયાં,મૂળિયાં મગફળીની શીંગ અને તેની અંદર હોય છે દાણા ! દાણા વાવ્યે એકલા દાણા મળે ! દરેક પાકની સાથે તે પાકનો દેહતો ફરજિયાત આવવાનોજ !

વળી વાવણીથી માંડી લણણી સુધીમાં પાકે જમીનમાંથી જે કંઇ તત્વો ઉપાડ્યા હોય છે તેમાં અરધા ઉપરાંતના તો ખરચાયા હોય છે એના છોડના વર્ધન નીમિત્તે.બીજા અર્થમાં કહીએ તો ખેંચેલા કુલ તત્વોના જથ્થાનો અર્ધા ઉપરાંતનો જથ્થો તો જમીનમાંથી ખેંચાઇને એકઠો થઇને દેહાવશેષોમાં સંગ્રહાયેલો પડ્યો છે. એટલે ધરતીનેકાયમ એટલી ને એટલી કસવાળી રાખવી હોય તો દેહાવશેષોને ધરતીને પરત આપવા જોઇએ.તેને પરત કરવાની વિવિધ રીતોમાં પશુઓ ખૂબજ ઉપયોગી માધ્યમ પુરવાર થયા છે.આમ ગણોતો તે સેંદ્રીય ખાતર બનાવવાના જીવંત કારખાના છે. જે જાજુ મૂડીરોકાણ પણ માગતા નથી.વળી જરૂરિયાત ઊભી થયે સહેલાયથી સ્થળફેર પણ કરી શકાય તેવા છે.ખેતીમાં જે આડ-પેદાશ પાંદડી,કડબ કે ડાળાં જે થવાના છે,તેના નિકાલનો સવાલ હળવો કરી દઇ, કાચોમાલ તેનેજ ગણી લઇ, એકછેડે[મોઢે]થી ઓરી, 6 ફૂટે બીજા છેડે[પુંછડે] તગારું રાખી,સીધું જમીનના જીવો ખાઇ શકે તેવા સેંદ્રીય ખાતર પોદળા સુંડલામોઢે આપી જાણે છે.કૂચો-નીરણ ખવરાવીએ અને આઠ-દસ કલાકમાં સેંદ્રીય ખાતરમાં રુપાંતર કરી દે એવું કોઇ કારખાનું મંગળનાગ્રહસુધી લઇજનારા વિજ્ઞાનેશોધ્યુંછે ખરું ? કોઇના ધ્યાનમાં આવ્યું હોય તો કહેજો ! આપણો વિચાર ખરીદવાનો છે !

 આપણી આજની ખેતીમાં .ખાતરોનો  અતિ વપરાશ કરી જે રીતે ઉત્પાદન લેવાની મથામણ કરી રહ્યા છીએ તેમાં, જેની પાસેથી ઉત્પાદન લેવાનું છે તે પાત્ર ખુદ ધરતી અને તેમાં કાર્યરત જાવાણુંઓ ખાતરની દાહક અસરથી રાડે પડી ગયા છે,ત્રાહીમામ પોકારી ગયા છે.જમીનની જીવંતતા નષ્ટ થઇ રહી છે.તેનું ભૌતિક બંધારણ ખાતરોએ વીંખી નાખ્યું છે. સખત થઇ ગયેલીજમીનમાં વનસ્પતિનામૂળ ફેલાઇ શકતાં નથી. હવે તેને ફરી જીવંતતા બક્ષવા વધુમાં વધુ સેંદ્રીય ખાતરનો વપરાશ એક માત્ર ઉપાય છે. અને મેળવવા એકમાત્ર રસ્તો હોય તો તે છે ગોપાલન! અને ખેતી માટે તે સહજ અને અતિ સરળ છે જો આપણે ખેત કચરા અને પશુઓનો એકબીજા સાથે યોગ્ય મેળ ઊભો કરી દઇએ તો !

Detail Pate Bottom 800 x 300
Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ