રમેશ ભોરણિયાઃ અડધો કારતક મહિનો વિતવા છતાં જર્સી, ટોપી કે મફલર કાઢી રાત્રે તાપણું કરવું પડતું નથી. ક્યારેક તો દિવસનું તાપમાન વધીને 35 ડીગ્રીને ટચ કરી જાય છે. હવામાનનો ડખ્ખો ઉભો થવાની ચાડી સૌપ્રથમ વનસ્પતિ ખાય છે. કસમયે બોરડીમાં ચણી બોર દેખાય, આંબામાં કેરીઓ આવવી કે પછી જાંબુડામાં ફાલ દેખાય. આવી ઘટનાઓ વિપરીત હવામાનમાં બનતી હોય છે. જામનગરના જામજોધપુર તાલુકાના તરસાઇ ગામેથી ખેડૂત દલસુખભાઇ ખાંટે (મો.99131 16050)એ પોતાને ત્યાં જાંબુડામાં માર્ચ-એપ્રિલને બદલે છ મહિના વહેલો ઓક્ટોમ્બર-નવેમ્બરમાં આવેલ ફાલ-ફૂલના ફોટા મોકલ્યા છે. દેવભૂમિ દ્રાકાના ભાણવડ તાલુકાના આંબરડી ગામેથી કાળીજીરીના માસ્ટર